Book Title: Papni Saja Bhare Part 06 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 7
________________ ૨૩૬ અદત્તાદાન–(ચેર)-તેના મુખ્ય ચાર પ્રકાર: तदाद्यं स्वामीनाऽदत, जीवादतं तथाऽपरम् । तृतीयं जिनादत्त, गुर्वदत्तं तुरीयकम् ।। બૃહદ્ અતિચારની અંદર આ ચાર ભેદ આ પ્રકારે છે. सामीजीवादत्तं, तित्थयरअदत्तं तहेवय गुरुहि । एवमदत्तं चउहा, पण्णत्तं बीयराएहि અદત્તાદાનના ચાર પ્રકાર સ્વામીઅદત્ત જીવ અદત્ત તીર્થકર અદત્ત ગુરુઅદત્ત આ ચાર પ્રકારના અદત્ત પરમાત્માએ દર્શાવ્યા છે. તેને સૂક્ષ્મ અને સ્થૂલ પ્રકારે સમજવા. સ્વામી અદત્ત-સ્વામી–માલિક વસ્તુ જેની છે તે તેનો સ્વામી છે, તે સ્વામીદત્ત=માલિકના દ્વારા આપેલું તે ઉચિત વ્યવહાર છે. જેમકે શેઠજીએ પ્રસન્ન થઈને નોકરને રૂ ૧૦૦ની રકમ આપી. માતાએ પુત્રને વસ્તુ કે નાણાં આપ્યા. કદાચ કેઈ તે પુત્રને ધમકાવીને પૂછે તે તે સ્પષ્ટપણે જણાવશે કે તે મને મારી માએ આપ્યા છે. આ રીતે મેળવેલી વસ્તુ તે ઉચિત વ્યવહાર છે. પરંતુ માલિકના આપ્યા વગર વસ્તુ લેવી તે સ્વામી અદત્ત છે, ચેરી છે, સેના, ચાંદી આભૂષણ, હીરા, મોતી, ઝવેરાત કે નાની મોટી કોઈ ચીજ સ્વામીના આપ્યા વગર લેવી તે ચોરી છે. સર્વથા તુચ્છ વસ્તુઓ જેવી કે દાંતમાં ભરાયેલા રાઈ જીરા જેવા દાણાને કાઢવાની ટાંકણ, કે ઘાસનું તણખલું, કે સળી, પગમાં ઘૂસેલે કાંટો કાઢવા માટે સેઈ પણ સ્વામીની આજ્ઞા વગર લેવી જોઈએ નહિ. તેવી તુચ્છ વસ્તુ પણ સ્વામીની આજ્ઞાથી લેવી જરૂરી છે. તે અસ્તેય. વૃત્તિને ધર્મ છે. વગર પૂછયે લેવું. આપ્યા વગર લેવું તે સ્વામી અદત્તરૂપ ચેરી છે. આ પ્રકાર સૂફમ સ્વામી અદત્ત કહેવાય છે. ભગવાન મહાવીરે શ્રમણ સાધુઓને ઉપદેશ આપતા કહ્યું છે કે दन्तसेाहणमाइस्स, अदत्तस्स विवजजण । अणवज्जेसाणिज्जतस्स, गिण्हाणा अवि दुक्कारं ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42