Book Title: Papni Saja Bhare Part 06 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 9
________________ ૨૩૮ દાનના ત્યાગનું નિરૂપણ કર્યું નથી. જો કે શ્રાવકે ઉપગ રાખવે જરૂરી ખરો કે પૂછયા વગર વસ્તુ લેવી નહિ. જેથી સમાજમાં એક શિષ્ટતાની છાપ પડે છે, કે આ વ્યક્તિ શિષ્ટાચારનું ઉત્તમ પાલન કરે છે. સૂક્ષ્મ અદત્તાદાનને ત્યાગ કરે તે ઉત્તમ આદર્શ છે. વળી લોકમાં આદર સન્માન વધે છે. અર્થાત્ શુદ્ધ ઉપગ પૂર્વક સૂક્ષ્મ વસ્તુઓની ચોરીથી બચવાનો પ્રયત્ન કરે. ત્રીજા અદત્તાદાનના અણુવ્રતમાં શ્રાવક જીવનની મર્યાદા પૂલ અદત્તાદાનના ત્યાગની છે. સ્થૂલ અદત્તાદાનને ત્યાગી અને સૂમની યાતનાવાળો શ્રાવક અણુવ્રતધારી કહેવાય છે. સ્થૂલ વસ્તુઓમાં પણ જગતના અનંત પદાર્થોને સમાવેશ થાય છે. સેનું, ચાંદી, આભૂષણ, હીરા, મોતી ઝવેરાત વસ્ત્રપાત્ર વગેરે સેંકડે લાખે વસ્તુઓ સ્થૂલ પ્રકારની છે. તે વસ્તુઓના માલિકને પૂછયા વગર કે ઈચ્છા વિરુદ્ધ તે વસ્તુઓ લેવી જોઈએ નહિ. જે લે તે તે સ્થૂલ સ્વામી અદત્તને પાપને ભાગીદાર અવશ્ય બને છે. ગૃહસ્થ આવી વસ્તુઓને સારી રીતે ત્યાગ કરી શકે છે. મેટી ચેરીથી બચી શકે છે. એની પ્રતિજ્ઞા તે જરૂર કરી શકે છે. તેથી ગૃહસ્થની મર્યાદાને અનુરૂપ સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતનું નિરૂપણ કર્યું છે. સર્વજ્ઞ પરમાત્માએ શ્રાવકને ચેાગ્ય દેશ વિરતિ ધર્મને ઉપદેશ આપ્યો છેસ્થૂલ રૂપે મોટી ચારીને ગૃહસ્થ ત્યાગ ન કરે તે તે ચાર કહેવાશે અને મેટી ચોરી તેને ભારે કર્મ બંધાવશે. સામાયિકમાં વિક્ષેપરૂપ પરાઈ વસ્તુઃ લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાંની આ કથા છે. રૂ ની પૂણી કાંતીને પોતાને જીવન નિર્વાહ કરનારા પુણીયા શ્રાવક સંતેષી હતા એટલે સુખી હતા. રોજના બે આનામાં નિર્વાહ કરવાને નિયમ હોવાથી તે પતિ પત્ની બેમાંથી એકને જ ઉપવાસ થતો અને એક સ્વધર્મી બંધુને ભોજન કરાવતા. ફકત બંને માટે બે આના કમાણી કરવાને વ્યાપાર કરીને બાકીનો સમય તેઓ સામાયિકની સાધનામાં ગાળતા. એક દિવસની વાત છે. પણ શ્રાવક સામયિક કરે છે પણ મનની સ્થિરતા ટકતી નથી ચિંતન ધારામાં કંઈ વિક્ષેપ પડતો હતો. પુનઃ પુનઃ સામાયિક કરીને મનને સ્થિરતામાં લાવવાનો પ્રયત્ન કર્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42