Book Title: Papni Saja Bhare Part 06
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 8
________________ ૨૩૭ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૧૧માં અધ્યાયની ૨૭મી ગાથામાં કહ્યું છે કે દાંતમાંથી કચરો કાઢવા માટે ઘાસના તૃણની, સાવરણની સળી જેવી વસ્તુ પણ સ્વામીને પૂછયા વગર કે આપ્યા વગર લેવી નહિ. એ પ્રકારે અદત્તને ત્યાગ કરવું જોઈએ. આવી તુચ્છ વસ્તુમાં જે ભગવાને આવી કડક આજ્ઞા આપી હોય તે પછી સ્કૂલ-મેટી વસ્તુઓના વિષયમાં તે સમજી લેવું. અર્થાત્ સંયમી સાધુઓએ નિર્દોષ વસ્તુઓ શેાધીને પ્રાપ્ત કરવી જોઈએ. આ પ્રકારે સંયમી સાધુને સૂકમ અને સ્કૂલ બંને પ્રકારે અદત્તાદાનને ત્યાગ હે જરૂરી છે. કારણ કે સાધુ મહાવ્રતી છે. સ્થૂલ અદત્તાદાનના ત્યાગી શ્રાવકોનું – શ્રાવકનું ગૃહસ્થ જીવન સંસારી છે. સગા નેહીઓમાં જવું આવવું, હળવું, મળવું, તે તેના સામાન્ય વ્યવહાર છે. તે નાની-તુચ્છ વસ્તુના આદાન પ્રદાનમાં કેવી રીતે ઉપગ રાખે? કઈ સાસરે, કે મિત્રના ઘેર જાય ત્યાં તે ઘરમાં પડેલી દંત શેાધન સળી, ટાંકણી, પીન જેવી નાની નાની વસ્તુઓને વગર પૂછયે ઉપયોગ કરે છે અને કોઈ વ્યક્તિ તો ટેવને કારણે ટાંકણ જેવી વસ્તુ પૂછયા વગર લઈને ટોપીમાં બેસીને ઘરે લઈ જાય છે, તેમાં ચોરી કરવાને ઈરાદે નથી. કોઈવાર ના કાગળ લખવા માટે લેવો. આવી વસ્તુઓ પૂછયા વગર લેવામાં કઈ દુરાશય નથી અને તેથી સાસરાવાળા કે મિત્રે પણ તે વાતમાં દયાન આપતા નથી. આ એક સહજ વ્યવહાર છે. કોઈને ત્યાં મહેમાન બનીને ગયા. યજમાન ઘરમાં કંઈ કામ માટે અન્ય ઓરડામાં જાય. તે વખતે સંભવ છે કે તમે ટેવ મુજબ સામે પડેલા પાત્રમાંથી સેપારી કે કંઈ મુખવાસ ઍમા મૂકે છે. કારણ તમને એ પ્રકારે મોમાં કંઈને કંઈ નાખવાની ટેવ છે. તેથી પદાર્થ ખાઈ લીધે, વાત તે નાની છે, પણ તમે માલિકને પૂછયું છે? નહિ, અરે ! તેમાં પૂછવાનું શું? આ તે નાની સરખી ચીજ છે. તેમાં કંઈ ચેરી ડી છે? આવી ઘણી દલીલ તમે કરશો. આ એક વ્યવહાર બની ગયેલ છે. જો કે બંને પક્ષ આમાં કંઈ ખોટું માનતા નથી. વળી શાસ્ત્રકારોએ અપેક્ષાએ શ્રાવકને માટે આવા સૂક્ષ્મ અદત્તા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42