Book Title: Papni Saja Bhare Part 06 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 2
________________ પ્રવચન ૬ કું ત્રીજું પાપસ્થાનક “અદત્તાદાન” ચેરીથી કેમ અને કેવી રીતે બચશે? પરમ પૂજ્યપાદ પ્રાતઃ સ્મરણીય પરમપિતા પરમાત્મા ચરમ તીથપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણકમળમાં નમક.૨પૂર્વક કથન કરૂં . दूरे परस्य सर्वस्वमपहर्तुमुपक्रमः । उपाददीत नादत्तं तृणमात्रमपि क्वचित् ॥ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યશ્રીએ ચગશાસ્ત્રમાં પ્રકાર્યું છે. કે અન્ય કેઈની ધન-સંપત્તિ આદિ સર્વસ્વનું અપહરણ કરવું તે તે ઠીક પણ માલિકને પૂછયા વગર એક ઘાસનું નાનું તણખલું પણ લેવું જોઈએ નહિ. તે પ્રયન કે સુદ્ધાં વિચાર પણ કરવું જોઈએ નહિ. સંસારમાં આદાન પ્રદાનનો વ્યવહાર – જીવ-અજીવથી ભરપૂર આ સમસ્ત સૃષ્ટિમાં જીવ અનંત છે અને પુદ્ગલજન્ય – પગલિક – ભૌતિક પદાર્થો પણ અનંત છે. મનુષ્યને સામાજિક પ્રાણી કહેવામાં આવે છે. તે પગલિક – જડ – ભૌતિક પદાર્થોને ભક્તા – ઉપલેક્તા છે. જડ પદાર્થોમાં જ્ઞાન દશનાદિ ગુણે. નથી. સુખ કે દુઃખની અનુભૂતિ પણ નથી કે કઈ સ્વયં પ્રવૃત્તિ નથી, જીવ માત્ર સુખદુઃખનો અનુભવ કરે છે. તેમાં સુખની પ્રાપ્તિ અને દુખથી નિવૃત્તિ માટે તે સદા પ્રયત્નશીલ હોય છે. માનવને વિશિષ્ટ વિચાર શક્તિ સહિત વાચા હેવાથી તે વિશેષ પ્રયત્ન કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 42