________________
પરમપાવન પંથમૂત્ર
તીર્થોદ્ધારક પ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયનીતિસૂરીશ્વરજી ( મ. ના પ્રશિષ્યરત્ન ત્યાગી તપસ્વી પૂ. આચાર્યદેવશ્રીવિજય
' મંગલપ્રભસૂરીશ્વરજી મહારાજ શ્રી વીતરાગ સર્વજ્ઞ જિનેશ્વર પ્રભુના શાસનમાં પ્રવેશ કરવા આ પંચસૂત્રનો પ્રકાશ મુમુક્ષુ માટે અતિ જરૂરનો છે. જે સાચું શાશ્વત સુખ મોક્ષમાં છે, એની પાયાથી ટોચ સુધીની માર્ગસાધના એજ આ પંચસૂત્રનો પરમાર્થ છે. જે મોહનો ક્ષય કરીને જ મોક્ષની પ્રાપ્તિ થાય છે, તે મોહનો ક્ષય કરવાનો સહજ સરલ માર્ગ અતિનિપુણભાવે આ ગ્રન્થમાં ભરપૂર વિશદતાથી વર્ણવ્યો છે. જીવોની તથાભવ્યતા ભિન્નભિન્ન હોય છે. એટલે તુચ્છ બુદ્ધિવાલાને સુખની ઇચ્છાએ અર્થ-કામ-પુરુષાર્થમાં લગની તીવ્ર હોય છે. આશ્ચર્ય છે કે તે સુખ કિંપાકફળ જેવું દુઃખદાયી, પરાધીન, નિરાધાર છતાં એ જીવોને ઇષ્ટ હોય છે ! ત્યારે ઉત્તમ મુમુક્ષુ આત્માને સાચું અને શાશ્વતું સહજ સુખ વહાલું હોવાથી ધર્મ અને મોક્ષ-પુરુષાર્થમાં એ લાગેલા હોય છે. ચારે પુરુષાર્થમાં પ્રધાન ધર્મપુરુષાર્થ છે, કેમકે એ સર્વને સિદ્ધ કરનાર છે. તો જ્યારે અર્થ, કામ અને મોક્ષ ધર્મપુરુષાર્થથી જ મળ્યા છે અને મળશે, તો પછી દરેકે ધર્મ પુરુષાર્થ સાધવો જ હિતાવહ છે. શુદ્ધ ધર્મ માટે શ્રી સર્વજ્ઞનાં શાસ્ત્રોની પૂરેપૂરી જરૂર છે. એમાં મધ્યસ્થ અને બુદ્ધિકુશળ મુમુક્ષુ માટે સર્વજ્ઞ-વચનાનુસારી આ પંચસૂત્ર મહાશાસ્ત્ર કે જે મંદશક્તિવાળા દુષ્યમકાળના જીવોને ટૂંકમાં સર્વજ્ઞકથિત ધર્મનો સાર જાણવા એક રત્વખાણ સમું છે, તેની અતિનિપુણ સૂત્રરચના તો ભૂખ્યાને ઘેબર જેવી સ્વાદિષ્ટ છે. પ્રામાણિક શાસ્ત્રોમાં આ પંચસૂત્ર પ્રધાનપદે રહી માનવભવમાં મોક્ષ પ્રાપ્ત કરાવી આપનાર સાધનાનું બોલતું શાસ્ત્ર વર્તે છે. - અનાદિ ભવસમુદ્રમાં અજ્ઞાનદશાવશ દુઃખના જ ઉપાયો યોજ્યા ! દુઃખમય દશા ભોગવી ! દુઃખની પરંપરા જ વહી ચાલી ! અવ્યવહાર