________________
૧૦
ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ) 'ઉચ્ચ પ્રકાશના પંથે' નામના વિવેચનથી કર્યું છે. તે જોતાં મને નિર્ણય થયો કે વર્તમાન જડવાદના અનાર્ય સંસ્કારી જમાનામાં મુગ્ધ થયેલ ભવી આત્માને શ્રી જિનેશ્વર ભગવંતનાં અમૃતવચનોનો આસ્વાદ સચોટ રીતે પમાડનારું આ કલ્યાણહેતુ લખાણ છે, અને મેં તેથી ઘણા આત્માઓને મનનપૂર્વક વાંચવાને પ્રેરણા કરેલ. પરંતુ થોડા જ વખતમાં આ ગ્રન્થ અલભ્ય થયો અને જિજ્ઞાસુઓને આની જરૂર પડી; તેથી આ ગ્રન્થની બીજી આવૃત્તિ માટે પંન્યાસજીને મારી પ્રેરણા થઇ. જો કે તેમને અનેક સાહિત્ય-સર્જન, વ્યાખ્યાન, મુનિસમૂહ-સંભાળ વગેરેને લીધે સમયસંકોચ હતો, છતાં જીવોની ભાવદયા જાણી એમણે આ વિવેચનગ્રન્થમાં બાળજીવોને ઉપકારક સંવેગ-વૈરાગ્યભર્યા દૃષ્ટાન્તો દાખલ કરવા સાથે પૂર્વ આવૃત્તિના ભાવોને વિશેષ સ્પષ્ટ સુગમ કરનાર સુધારાવધારા કરી આપવા સંમત થયા, ને લખાણ તૈયાર થવા સાથે મુદ્રણનું કાર્ય શરૂ થયું. એ ઘણા આનંદની વાત છે કે આ ગ્રન્થ વાચકવર્ગને અમૃતના આસ્વાદ અને મુમુક્ષુ બનાવે એવો છે. એમાં શાસનદેવોને સહાયક થવા અભ્યર્થના છે.
- 'ઉચ્ચ પ્રકાશના પંથે' માંથી
સાભાર