________________
१२ કહેતું હોઇ શ્રી તત્ત્વાર્થ મહાશાસ્ત્રની પૂર્વે એ રચાયું હોય એ બનવા જોગ છે. અલાબુનું દૃષ્ટાંત વગેરે એમાંથી તસ્વાર્થકારે લીધા સંભવે છે.
શ્રી પંચસૂત્ર ઉપર ટૂંકું વિવેચન લખનાર મહર્ષિને કોણ નથી ઓળખતું ? ચિતોડના રાણાના સમર્થ વિદ્વાન પુરોહિત બ્રાહ્મણપણામાંથી જૈન સાધુદીક્ષા પામી, જૈનશાસનના મહાપ્રભાવક જૈનાચાર્યપદે પહોંચી જનાર, ૧૪૪૪ અજોડ શાસ્ત્રોના પ્રણેતા, ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ આ પંચસૂત્ર ઉપર વિવેચન લખે, એ ગ્રંથની મહાન ઉપયોગિતા અને ગંભીરતા સૂચવે છે. આ વિવેચનના આધારે જ ગુજરાતી ભાષામાં અહીં વિવેચન કરવામાં આવ્યું છે.
ગ્રંથનું નામ ટીકાકારના અનુસાર પંચસૂત્રક, અને ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની ધર્મપરીક્ષાના હિસાબે પંચસૂત્રી એવું નામ મળે છે, છતાં ચાલુ વ્યવહારે પંચસૂત્ર એવું નામ રાખ્યું છે. - આ પંચસૂત્રમાં વિવિધ અર્થિઓને ગ્રાહ્ય મહાન નિધાન પડેલાં છે. આમાં નિર્મલ શ્રદ્ધાબલ અને ઉચ્ચ આધ્યાત્મિક તત્ત્વચિંતન કેળવવાની પ્રેરણા અને પ્રકારો છે; મોહ અજ્ઞાનતા અંધત્વ મિટાવવા દિવ્ય અંજન છે; દુર્બાન અને ચિંતાની દાહક જ્વાળાઓ શમાવનાર શીતલ શુભ ધ્યાનના સિંચન છે. માનસિક ઉદ્વેગ અને વિદ્ઘલતાની નાગચૂડમાંથી છોડાવનાર મંત્રો છે. દીનતા ક્ષુદ્રતાદિ દૂષણો કે દિલના દર્દો દૂર કરવાના સચોટ ઔષધો છે, ઉચ્ચ યશસ્વી જીવન જીવવાની ચાવીઓ