________________
૧૩
છે. આપત્તિમાં આશ્વાસન સાથે સાત્વિક સહિષ્ણુતા કેળવવાના બોધપાઠ છે. ટૂંકમાં પંચસૂત્ર એટલે મહાગુલામી અને મહાત્રાસના મેરુ નીચે અંતરાત્મામાં દબાઈ રહેલ ભવ્ય સમૃદ્ધિ-વૈભવને પૂર્ણ પ્રકાશિત કરવાનું અમોઘ માર્ગદર્શન. એ દ્વારા સૂત્રકારે આપણા પર અનંત ઉપકાર કર્યો છે. સમ્યગ્દર્શન-જ્ઞાન ચારિત્રના ખપીને, ત્યાગ તપ અને વિરાગ-વિરતિના અર્થિને, ઉચ્ચ ભાવના-ધ્યાન અને આત્મરમણતાના અભિલાષીને આ શાસ્ત્ર વિના ચાલી શકે એમ નથી. તેથી આ ગ્રંથના પદે પદનું વારંવાર અધ્યયન, મનન, નિદિધ્યાસન કરવું જોઇએ.
અહિ નીચે મૂળ ગ્રંથની અતિ ટૂંકી રૂપરેખા દોરી છે. પરંતુ ગ્રંથનું મહત્ત્વ તો વિવેચનમાં ખૂબ ઊંડા વિચારો પૂર્વક યોજેલા સ્પષ્ટીકરણોને પુનઃ પુનઃ મથવાથી સમજાશે.
ગ્રન્થવસ્તુ – પંચસૂત્રનાં ૫ પ્રકરણોમાં ૧ પાપપ્રતિઘાત પૂર્વક ગુણબીજાધાન, ર સાધુધર્મ-પરિભાવના, ૩ પ્રવજ્યાગ્રહણ વિધિ, ૪ પ્રવ્રજ્યા પાલન અને ૫ પ્રવ્રજ્યાફળ મોક્ષ એ મુખ્ય વિષય છે.
પંચસૂત્ર અને વિવેચનનો ટૂંક સાર વિવેચન-ગ્રંથના પ્રારંભે આત્માની વિકૃત અંધકારમય દશાના કારણ તરીકે 'અહ-મમ'ના સાચાં સ્થાનનું વિસ્મરણ બતાવી 'ઉચ્ચ પ્રકાશના પંથે' નામની સાર્થકતા બતાવી, પાપપ્રતિઘાતગુણબીજાધાન, 'સાધુધર્મની પરિભાવના' વગેરે પાંચ સૂત્રનામોનો પરિચય આપ્યો. પછી પંચસૂત્ર 'સત્' યાને સત્ય ને સુંદર કેવી