________________
છતાં ગીતાનો એ ઉપદેશ શા માટે યોજાયો અને એનું પરિણામ શું આવ્યું એ જોતાં વિષયાસક્તિ અને કષાયની વૃદ્ધિ થવાનું દેખાય છે, કે જે સંસારવર્ધક છે; ત્યારે આ પંચસૂત્ર' માં કેવળ પાપક્ષય અને અસંક્લિષ્ટ અને ગુણાધાયક પુણ્યવૃદ્ધિ દ્વારા મોક્ષ પમાડવાનો જ હેતુ છે, અજ્ઞાન-વિરતિનો નાશ કરી ભવરોગ મટાડવાની રાસાયણિક ચિકિત્સા છે. આ સૂત્રમાં હેતુ-હેતુમદ્ભાવ અવ્યાબાધ વધે જાય છે. પૂર્વ પૂર્વનાં સૂત્રવચનોનો ભાવ આત્મસાત્ બનતાં એ જીવનનો સુધારો કરતો કરતો ઉત્તરોત્તર સૂત્રપંક્તિઓના વિષયને અવકાશ આપતો જાય છે. એમ આ સૂત્ર ક્રમબદ્ધ વ્યવસ્થિત જીવનશુદ્ધિ-આત્મશુદ્ધિને સાકાર કર્યો જાય છે. એના પાલનમાં સાધક જો જરાક પણ ભૂલ કરે તો રોગમાં મિથ્યાભાવે સેવાયેલ કુપથ્યની જેમ અનર્થકારી બને છે. એ સમજવા આ સૂત્ર સુંદર સાધન છે.
માટે, ઉત્તમ આત્માએ આ પંચસૂત્ર કંઠસ્થ કરવા લાયક છે, વારંવાર સ્વાધ્યાય કરવા યોગ્ય છે. દુષ્કાળમાં દ્વાદશાંગીનો મોટો ભાગ વિચ્છેદ પામે થકે અવશિષ્ટ આગમ-શાસ્ત્રો પણ પરમ આલંબન-છે. એમાં આ સૂત્રની આરાધના પણ સમ્યગુ મોક્ષસાધકરૂપે પરમ આધાર છે. તત્ત્વાર્થભાષ્યમાં, 'મપિ તુ નિનવનાત્ યમ્માન્નિર્વાહવું પર્વ મવતિ' એક પણ જિનવચનસાગરનું વચન આરાધ્ય મોક્ષગામી બનાવે છે, એ માપતુષમુનિ, ચિલાતિપુત્ર જેવા આરાધકોમાં દેખાય છે. ત્યારે ૧૪ પૂર્વી જેવા પણ જો પ્રમાદભાવે વિરાધક થયા, તો નીચગતિમાં રીબાવાનું ભુવનભાનુકેવળી ચરિત્રમાં જોવા મળે છે. માટે સુજ્ઞ આત્માઓ વિરાધના ટાળી સમ્યક શ્રદ્ધાપૂર્વક આ સૂત્ર અને સૂત્રોક્ત માર્ગની આરાધના અવશ્ય કરીને મોક્ષસાધક થાઓ; જેથી જીવન ધન્ય કૃતાર્થ બને, એવી મારી મંગળકામના છે.
ગ્રંથપ્રકાશનમાં ઉપકાર કરનારાઓને ધન્યવાદ -
આ પંચસૂત્ર ઉપર પૂર્વે અનેક વિદ્વાનોએ ગુર્જર અનુવાદ કરેલ છે. પરંતુ તેનું વિશદ વિવેચન તો તલસ્પર્શી ગંભીર ભાવોભરી પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરીશ્વરજીની સંક્ષિપ્ત સંસ્કૃત વૃત્તિને સ્પષ્ટ કરવામાં કુશળ સહજસિદ્ધ લેખક પંન્યાસ ભાનુવિજયજી ગણિવરે (હાલ સ્વ. પૂ. આચાર્યદેવશ્રી વિજય