Book Title: Panchsutrop Nishad
Author(s): Bhuvanbhanusuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 11
________________ ८ નિગોદમાં એવો અનંતાનંત કાળ નારકીથી અનંતગુણાં દુઃખમય જન્મમરણાદિ અનુભવતાં, પછી ત્યાંથી છૂટીને વ્યવહારનિગોદ આદિમાં એજ મહામોહના ઉદયને લઇને અનંત પુદ્ગલપરાવર્ત વીતાવ્યા ! જેમાં કૃષ્ણપક્ષીય અમાસ જેવા મનુષ્યભવ પણ પામ્યા અને હારી ગયા. હવે આજે જો સર્વજ્ઞશાસનની પ્રાપ્તિ થઇ છે તો એથી આસન્નભવી બનીને પંચસૂત્રના મહા પ્રકાશથી પશુ જીવનને પાર કરી આ ઉત્તમભવને અજવાળીને પરમેશ્વરના શાસન-રજવાડામાં પ્રથમસૂત્ર બતાવેલ માર્ગનું આરાધન કરીએ, તો પાપનો ક્ષય કરી સહજાનંદી ગુણોના બીજનું ભાજન બનાય. ત્યાં સમ્યગ્દર્શનના શુક્લપક્ષીય પૂનમ-ચાંદની જેવા પ્રકાશમાં પુણ્યાનુબંધી પુણ્યોદય વધારતા જવાય, અને મોહનો ક્ષય થતાં અંતે મોક્ષનો પૂર્ણિમા-ચંદ્ર પ્રકાશી ઊઠે. એ સામર્થ્ય આ સૂત્રમાં છે. સંસારી જીવોમાં મોટો ભાગ બાળ-અજ્ઞાન હોય છે. પરંતુ જે મધ્યમ કોટિના મધ્યસ્થ સત્યગવેષક જીવો છે, તેમાં ય અતિ અલ્પસંખ્યાક જીવો ગંભીર સ્યાદ્વાદસમુદ્રમાં ઊતરે છે. એમને પ્રારંભે ભલે નાની પણ શુક્લપક્ષીય બીજચંદ્રરેખાનો પ્રકાશઉદય થતાં એ આ પંચસૂત્રના સહારે પૂનમપ્રકાશરૂપે ઝળહળી બાહ્યાત્મામાંથી ઠેઠ પરમાત્મદશાએ પહોંચાડે છે. મૂળ પંચસૂત્ર રાજાની જેમ પંડિતોને આનંદ સાથે ૨ક્ષણ આપે છે. આ. શ્રી હરિભદ્રસૂરિ જેવા મહાપ્રાર્શે એ 'વૃત્તિ' રચવાથી વ્યક્ત કર્યું. એના પરની વિવેચના 'ઉચ્ચપ્રકાશના પંથે' મધ્યમ કોટિના જીવોને મંત્રની જેમ સમાધિ-હેતુ બને છે; અને એમાંનાં બાળ-ભોગ્ય દૃષ્ટાંતો અજ્ઞાનીને પણ જ્ઞાની બનાવે એવા સૌભાગ્યવંતી સ્ત્રીની શિખામણ જેવા છે. દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ વગેરે અનુયોગમાં સમર્થ આચાર્યોએ અનેક શાસ્ત્રો રચ્યા; તેમાં જેમ 'તત્ત્વાર્થાધિગમ' મહાશાસ્ત્ર અતિગંભી૨રૂપે પ્રખ્યાત છે, એમ આ 'પંચસૂત્ર' પણ તેની તુલના કરે એવું છે; એ વસ્તુ સમર્થ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીની વૃત્તિ કહે છે, 'પ્રવવનસાર પૃષ સંજ્ઞાનયિાયોત્' અર્થાત્ સમગ્ર આર્હત શાસ્ત્રોનો સાર આ પંચસૂત્ર છે, કેમકે એમાં સમ્યગ્ જ્ઞાનક્રિયાનો ખજાનો સંક્ષેપમાં ભર્યો છે. 'ગીતા' જેવા શાસ્ત્ર ગંભીર

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 324