Book Title: Padarth Prakash 26 Gunsthankramaroh
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ ત્રણ કારણો 11 ગોળ બની જાય છે તેમ આયુષ્ય સિવાયના સાત કર્મોની સ્થિતિ ૧કંઈક ન્યૂન એક કોડાકોડી સાગરોપમ જેટલી કરતો જીવ જે વિશેષ અધ્યવસાય (ભાવ)થી ગ્રન્થિદેશ સુધી આવે છે તે યથાપ્રવૃત્તિકરણ છે. (2) અપૂર્વકરણ - પૂર્વે નહીં પામેલા જે વિશેષ અધ્યવસાય (ભાવ) વડે જીવ રાગ-દ્વેષના પરિણામરૂપ ગ્રન્થિને ભેદવાનું શરૂ કરે છે તે અપૂર્વકરણ છે. (3) અનિવૃત્તિકરણ - જેમાંથી પાછું ફરવાનું નથી એવા જે વિશેષ અધ્યવસાયથી ગ્રન્થિભેદ કરીને અતિશ્રેષ્ઠ આલ્હાદજનક સમ્યકત્વને જીવ પામે તે અનિવૃત્તિકરણ છે. પ્રન્થિ = અત્યંત કઠોર, પોલાણ વિનાની, સુકાઈ ગયેલી, ઉકેલી ન શકાય એવી ગૂંચવણભરી ગાંઠ જેવો અત્યંત મુશ્કેલીથી ભેદી શકાય એવો કર્મના ઉદયથી થયેલો ગાઢ રાગ-દ્વેષનો પરિણામ. ગ્રન્થિભેદ થયા પછી સમ્યક્ત્વ વગેરે મોક્ષના કારણોનો લાભ થાય છે. પરિશ્રમ, ચિત્તનો વિઘાત વગેરે વિષ્ણોને લીધે તે લાભ મુશ્કેલીથી મળે છે. યુદ્ધમાં જીતવા નીકળેલો સુભટ પરિશ્રમને લીધે યુદ્ધમાં મુશ્કેલીથી જીતી શકે છે, વિદ્યાસાધક મનની ચંચળતાને લીધે વિદ્યાને મુશ્કેલીથી સિદ્ધ કરી શકે છે, તેમ જીવ અંદરના દુશ્મનોની સામેના યુદ્ધમાં પરિશ્રમ, મનનું ડામાડોળપણું વગેરેને લીધે મુશ્કેલીથી ગ્રંથિભેદ કરી શકે છે. ગ્રન્થિ સુધી યથાપ્રવૃત્તિકરણ હોય છે, ગ્રન્થિને ઓળંગતા અપૂર્વકરણ હોય છે, સમ્યત્વ પામતા પૂર્વે અનિવૃત્તિકરણ હોય છે. પલ્યોપમ 1. કંઈક = અસંખ્ય