Book Title: Padarth Prakash 26 Gunsthankramaroh
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 38 ક્ષપકશ્રેણિ - તેરમું સયોગી કેવળી ગુણસ્થાનક કુલ નવમું 36 ગુણસ્થાનક | ક્ષય થયેલી પ્રકૃતિઓ સ્થાવર 2, તિર્યંચ 2, નરક 2, આતપ 2, થીણદ્ધિ 3, જાતિ 4, સાધારણ, અપ્રત્યાખ્યાનાવરણીય 4, પ્રત્યાખ્યાનાવરણીય 4, વેદ 3, હાસ્ય 6, સંજ્વલન 3 દસમું સંજવલન લોભ બારમું નિદ્રા, પ્રચલા, જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4, અંતરાય 5 1 6 કુલ બાકીની 85 પ્રકૃતિઓ સયોગી ગુણસ્થાનકે જીર્ણ વસ્ત્ર જેવી હોય છે. 82 મી ગાથાની વૃત્તિમાં કહ્યું છે કે, “બારમા ગુણસ્થાનકે 17 પ્રકૃતિઓનો ક્ષય થાય.” તે અશુદ્ધ લાગે છે, કેમકે બારમા ગુણસ્થાનકે 16 પ્રકૃતિઓનો જ ક્ષય થાય છે. (13) તેરમું સયોગી કેવળી ગુણસ્થાનક બારમા ગુણસ્થાનકે 14 પ્રકૃતિઓનો ક્ષય થતા જીવને કેવળજ્ઞાનકેવળદર્શન ઉત્પન્ન થાય છે અને તે સયોગી કેવળી ગુણસ્થાનકે જાય છે. અહીં ક્ષાયિકભાવ હોય છે, ઔપશમિકભાવ અને ક્ષાયોપથમિકભાવ હોતા નથી. અહીં દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયનો ક્ષય થયો હોવાથી ક્ષાયિક સમ્યકત્વ અને ક્ષાયિક ચારિત્ર (યથાખ્યાત ચારિત્ર) હોય છે. કેવળી કેવળજ્ઞાનરૂપી સૂર્યથી હથેળીમાં રહેલા આમળાના ફળની જેમ ચરાચર વિશ્વને પ્રત્યક્ષ જુવે છે. અહીં કેવળજ્ઞાનને સૂર્યની ઉપમા