Book Title: Padarth Prakash 26 Gunsthankramaroh
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 45. શુકુલધ્યાનનો ત્રીજો પાયો સમુદ્યાત કરતા કેવળી ભગવાન ચાર સમયોમાં લોકવ્યાપી બની જાય છે. પાંચમા સમયે આંતરામાંથી આત્મપ્રદેશોને સંકોચીને મંથાનનો આકાર કરે છે. છઠ્ઠા સમયે મંથાન આકારમાંથી આત્મપ્રદેશોને સંકોચીને કપાટનો આકાર કરે છે. સાતમા સમયે કપાટ આકારમાંથી આત્મપ્રદેશોને સંકોચીને દંડનો આકાર કરે છે. આઠમા સમયે દંડ આકારમાંથી આત્મપ્રદેશોને સંકોચીને સ્વભાવસ્થ થાય છે. કેવળીસમુદ્ધાતમાં પહેલા અને આઠમા સમયમાં ઔદારિક કાયયોગ હોય છે, બીજા-છઠ્ઠા-સાતમા સમયોમાં ઔદારિકમિશ્ર કાયયોગ હોય છે અને ત્રીજા-ચોથા-પાંચમા સમયોમાં કાર્પણ કાયયોગ હોય છે. કેવળીસમુદ્રઘાતમાં ત્રીજા-ચોથા-પાંચમા સમયમાં કેવળી અનાહારક હોય છે, બાકીના સમયમાં આહારક હોય છે. આમ કેવળીસમુઘાત પૂર્ણ થાય એટલે તે કેવળીભગવંતના આયુષ્યકર્મ અને વેદનીયકર્મની સ્થિતિ સમાન થઈ જાય છે. છ માસથી વધુ આયુષ્ય બાકી હોય ત્યારે જેમને કેવળજ્ઞાન થયું હોય તેઓ અવશ્ય કેવળીસમુદ્રઘાત કરે છે. છ માસથી ઓછું આયુષ્ય બાકી હોય ત્યારે જેમને કેવળજ્ઞાન થયું હોય તેઓ કેવળીસમુઘાત કરે કે ન પણ કરે. કેવળી સમુદ્ધાતમાંથી પાછા ફરીને તે સયોગી કેવળી ભગવાન યોગનિરોધ કરવા માટે શુકૂલધ્યાનનો ત્રીજો પાયો ધ્યાવે છે. શુકુલધ્યાનનો ત્રીજો પાયો - સૂક્ષ્મક્રિયાઅનિવૃત્તિ શુકલધ્યાન - જયાં આત્મસ્પંદનરૂપ સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિવાળી થાય, એટલે કે સૂક્ષ્મપણું છોડીને ફરી બાદરપણું ન પામે તે સૂક્ષ્મક્રિયાઅનિવૃત્તિ શુલધ્યાન. યોગનિરોધ - સૂક્ષ્મક્રિયાઅનિવૃત્તિ શુકૂલધ્યાનને ધ્યાવતા સયોગી કેવળી