Book Title: Padarth Prakash 26 Gunsthankramaroh
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ સાત સમુદ્યાત (5) છત્ર (6) ભામંડલ (7) સિંહાસન (8) ચામર કેવળી ઉત્કૃષ્ટથી આઠ વર્ષ જૂના પૂર્વ ક્રિોડ વર્ષ સુધી પૃથ્વી ઉપર વિચરે છે, કેમકે કેવળીનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વકોડ વર્ષનું હોય છે. તીર્થકરો મધ્યમ આયુષ્યવાળા જ હોય છે. તીર્થકર ઉત્કૃષ્ટથી 1 લાખ પૂર્વ - 1,000 વર્ષ સુધી પૃથ્વી ઉપર વિચરે છે. જો આયુષ્યની સ્થિતિ વેદનીયકર્મની સ્થિતિથી ન્યૂન હોય તો આયુષ્ય અને વેદનીયકર્મની સ્થિતિને સમાન કરવા સયોગી કેવળી ભગવાન કેવળી સમુદ્દાત કરે છે. સમુદ્યાત-સ્વાભાવિક રીતે રહેલા આત્મપ્રદેશોને વેદના વગેરે સાત કારણો વડે સ્વભાવથી અન્ય રૂપે પરિણાવવા તે સમુદ્રઘાત. તે સાત પ્રકારના છે - (જુઓ પરિશિષ્ટ 7) (1) વેદના મુદ્દઘાત. (2) કષાયસમુદ્ધાત. (3) મરણસમુદ્યાત. (4) વૈક્રિયસમુદ્યાત. (5) તૈજસસમુદ્દઘાત. (6) આહારકસમુદ્ધાત. (7) કેવળીસમુદ્ધાત. કોને કેટલા સમુદ્યાત હોય? - મનુષ્ય સમુદ્યાત વેદના, કષાય, મરણ, વૈક્રિય, તૈજસ, આહારક, કેવળી = 7