Book Title: Padarth Prakash 26 Gunsthankramaroh
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 22 દ્રવ્યતીર્થ, ભાવતીર્થ કેમકે સતત સદૂધ્યાન હોવાથી સ્વાભાવિક નિર્મળતા હોય છે. આ ગુણસ્થાનકે નિશ્ચયરૂપ છે આવશ્યકો હોય છે, કેમકે તે આત્માના ગુણોસ્વરૂપ છે. આ ગુણસ્થાનકે રહેલો જીવ ભાવતીર્થમાં ડૂબકી લગાવવાથી શ્રેષ્ઠ શુદ્ધિને પામે છે. સંબોધસત્તરિ (ગા. ૧૧૬)માં કહ્યું છે કે - દ્રવ્યતીર્થ - (1) જ્યાં દાહ શાંત થાય, (2) જ્યાં તરસ છીપે, (3) જ્યાં મેલ ધોવાય, તે દ્રવ્યતીર્થ છે. ભાવતીર્થ - (1) જ્યાં ક્રોધનો નિગ્રહ થવાથી દાહ શાંત થાય છે, (2) જ્યાં લોભનો નિગ્રહ થવાથી તરસ શાંત થાય છે, (3) જ્યાં અનેક ભવોમાં બાંધેલા આઠ પ્રકારના કર્મો તપસંયમથી ધોવાય છે, તે ભાવતીર્થ છે.” વળી શ્વાસોચ્છવાસનો પ્રચાર અટકવાથી, શરીર નિશ્ચલ થવાથી, ઇન્દ્રિયોના વિકારોનું નિયંત્રણ થવાથી, આંખના પલકારા ન કરવાથી, વિચારો અટકવાથી, મોહરૂપી અંધારું ભેદાવાથી, દીવા જેવું આત્મતેજ પ્રગટવાથી તે ધ્યાન કરનાર પરમ આનંદના સમુદ્રમાં પ્રવેશે છે. (8) આઠમું અપૂર્વકરણ ગુણસ્થાનક સંજવલન કષાયો અને નોકષાયોનો અત્યંત મંદ ઉદય હોતે જીતે જયાં અપૂર્વ આત્મગુણોની પ્રાપ્તિ થવાથી અપૂર્વ પરમ આનંદરૂપ