Book Title: Padarth Prakash 26 Gunsthankramaroh
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 24 ઉપશમશ્રેણિ ક્ષપક ક્ષપકશ્રેણિ માંડે છે. ઉપશમશ્રેણિ પૂર્વોમાં રહેલા શ્રતને ધારણ કરનાર, નિરતિચાર ચારિત્રવાળો, વજ ઋષભનારાચ-ઋષભનારાચ-નારાચ-આ ત્રણમાંથી કોઈ એક સંઘયણવાળો, શુકુલધ્યાનના પહેલા પાયાનું ધ્યાન કરનારો મુનિ ઉપશમશ્રેણિ માંડે છે. ' ઉપશમશ્રેણિ માંડનાર અલ્પ આયુષ્યવાળો, પહેલા સંઘયણવાળો હોય અને મોક્ષમાં જવાને યોગ્ય હોય તે મૃત્યુ પામે તો સર્વાર્થસિદ્ધ વગેરે વિમાનોમાં જાય. કહ્યું છે કે, “જો સાત લવનું આયુષ્ય વધુ હોત તો તેઓ અવશ્ય મોક્ષમાં જાત. પણ તેટલું આયુષ્ય ખૂટ્યું, તેથી તેઓ લવસમમ દેવો થયા. જેઓ સર્વાર્થસિદ્ધવિમાનમાં અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળા વિજય વગેરે વિમાનોમાં એકાવતારી દેવો થાય છે તે લવસપ્તમ દેવો છે.” બૃહત્સંગ્રહણી (ગા. ૧૬૨)માં કયા સંઘયણવાળો કયા દેવલોક સુધી જાય? તે આ પ્રમાણે કહ્યું છે - સંઘયણ દેવલોક સેવાર્ત સૌધર્મથી માહેન્દ્ર કિલિકા બ્રહ્મલોક, લાંતક અર્ધનારાચ મહાશુક્ર, સહસ્રાર નારાચ આનત, પ્રાણત ઋષભનારાજ | આરણ, અશ્રુત વજઋષભનારાચ | નવરૈવેયક, અનુત્તર, મોક્ષ પ્રશ્ન - ઉપશમશ્રેણિ માંડનાર મોક્ષમાં જવાને યોગ્ય શી રીતે