Book Title: Padarth Prakash 26 Gunsthankramaroh
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 32 કુમ્ભકપ્રાણાયામ બહાર કાઢે તે રેચકધ્યાન છે. કહ્યું છે કે, “વજાસનમાં સ્થિર શરીરવાળો, સ્થિર બુદ્ધિવાળો યોગી પોતાના ચિત્તને રેચકપવનથી ઉત્પન્ન થયેલા ચક્ર ઉપર રાખીને નાડીમાં રહેલા પવનને પોતાની અંદરથી કાઢે તે રેચક કર્મ.” કુમ્ભકધ્યાન (કુમ્ભકપ્રાણાયામ) - યોગી કુંભકધ્યાનના યોગથી નાભિકમળમાં કુંભક નામના પવનને ઘડાના આકારે સ્થિર કરે છે. કહ્યું છે કે, “મન કુમ્ભકચક્રનો આશ્રય કરે છતે, નાડીઓમાં પવનને સ્થિર કરીને કુંભની જેમ પાણીમાં તરવું તે કુંભકકર્મ છે.' જ્યાં મન હોય છે ત્યાં પવન હોય છે, જ્યાં પવન હોય છે ત્યાં મન હોય છે. કહ્યું છે કે, “મન અને પવન દૂધ અને પાણીની જેમ હંમેશા ભેગા થયેલા અને સમાન ક્રિયાવાળા છે. જયાં મનની પ્રવૃત્તિ હોય ત્યાં પવનની પ્રવૃત્તિ હોય અને જયાં પવનની પ્રવૃત્તિ હોય ત્યાં મનની પ્રવૃત્તિ હોય. મન અને પવન એ બેમાંથી એકનો નાશ થવાથી બીજાનો નાશ થાય છે અને એકની પ્રવૃત્તિથી બીજાની પ્રવૃત્તિ થાય છે. મન અને પવનના નાશથી ઇન્દ્રિયોના સમૂહની શુદ્ધિ થાય છે. ઇન્દ્રિયોનો નાશ થતા મોક્ષની સિદ્ધિ થાય છે. યોગી ઉપર કહ્યું તે રીતે પૂરક-રેચક-કુંભકના ક્રમથી પવનોના સંગ્રહ અને મોક્ષનો (છોડવાનો) અભ્યાસ કરીને મનને સમાધિમાં નિશ્ચલ કરે છે, કેમકે પવનના જયથી મન નિશ્ચલ થાય છે. કહ્યું છે કે, પૃથ્વીચક્ર કદાચ ચલિત થાય, પર્વતો પણ ચલિત થાય, પ્રલયકાળના પવનરૂપી હિંચકાથી ચંચળ એવા સમુદ્રો ચલિત થાય, પણ પવનનો જય કરનારા, જ્ઞાનશક્તિના આલંબનવાના યોગીઓ સ્થિર પરિણતિવાળા આત્મધ્યાનમાંથી ચલિત થતા નથી.” અહીં ક્ષપકશ્રેણિ ઉપર ચઢવાના વિષયમાં પ્રાણાયામના ક્રમનો વિસ્તાર લોકપ્રસિદ્ધિમાત્રથી બતાવ્યો છે, કેમકે ક્ષેપકને કેવળજ્ઞાનની