Book Title: Padarth Prakash 26 Gunsthankramaroh
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ પૂરકપ્રાણાયામ, રેચકપ્રાણાયામ 31 “અગ્નિસમાન અને તાંતણા જેવા સૂમ એવા અપાનછિદ્રને સંકોચીને પ્રાણશક્તિને હૃદયકમળમાં, ત્યારપછી ગળામાં અને ત્યારપછી તાળવે ધારણ કરીને તેને બ્રહ્મરશ્વમાં લઈ જઈને જેની ઉપર જિનેશ્વર ખુશ થયા હોય તે લોકાલોકને પ્રકાશિત કરનારી કેવળજ્ઞાનરૂપી કળા પામે છે.” પૂરકપ્રાણાયામ - યોગી પૂરકધ્યાનના યોગથી અતિપ્રયત્નપૂર્વક બાર અંગુલ સુધીના બહાર રહેલા પવનને ખેંચીને તેનાથી પેટને કે આખા શરીરમાં રહેલ નાડીઓને પૂરે છે. આકાશતત્ત્વ વહન થતું હોય ત્યારે વાયુ નાસિકાની અંદર જ હોય છે. તેજસ્તત્ત્વ વહન થતું હોય ત્યારે વાયુ બહાર ચાર અંગુલ સુધી ઊંચે ચઢે છે. વાયુતત્ત્વ વહન થતું હોય ત્યારે વાયુ બહાર છ અંગુલ સુધી તીરછો ચરે છે. પૃથ્વીતત્ત્વ વહન થતું હોય ત્યારે વાયુ બહાર આઠ અંગુલ સુધી મધ્યમભાવે રહે છે. જલતત્ત્વ વહન થતું હોય ત્યારે વાયુ બહાર બાર અંગુલ સુધી નીચે વહે છે. તેથી જલતત્ત્વ વહન થતું હોય ત્યારે બાર અંગુલ સુધીના બહારના પવનને ખેંચીને પૂરક પ્રાણાયામ કરે છે. કેટલાક આને પૂરકકર્મ કહે છે. કહ્યું છે કે, “વક્ર એવા નાકના પવનને ખેંચીને તેનાથી બ્રહ્મરન્દ્રને ભેદીને સ્કૂલ અને સૂક્ષ્મ નાડીઓ પૂરવી તે પૂરકકર્મ છે.' રેચકપ્રાણાયામ - સાધક પૂરક પછી પ્રાણાયામના અભ્યાસના બળથી રેચક નામના પવનને નાભિકમળમાંથી ધીમે ધીમે આદરપૂર્વક