Book Title: Padarth Prakash 26 Gunsthankramaroh
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 34 ક્ષપકશ્રેણિ - અનિવૃત્તિકરણ ગુણસ્થાનક સવિચાર ધ્યાન. સપૃથકત્વ = જે ધ્યાનમાં પૂર્વે કહેલ વિચાર સહિતનો વિતર્ક એકદ્રવ્યમાંથી બીજા દ્રવ્યમાં, એક ગુણમાંથી બીજા ગુણમાં અને એક પર્યાયમાંથી બીજા પર્યાયમાં જાય છે તે સપૃથકૃત્વ ધ્યાન. ગુણ - તે દ્રવ્યમાં એકસાથે હોય છે. દા.ત. સોનામાં પીળાશ. પર્યાય - તે દ્રવ્યમાં ક્રમથી હોય છે. દા.ત. સોનાની વીંટી, કુંડલ વગેરે પર્યાયો. સવિતર્કસવિચારસપૃથકૃત્વ શુક્લધ્યાનથી મુક્તિલક્ષ્મીના દૃષ્ટાંતરૂપ શ્રેષ્ઠ શુદ્ધિ મળે છે. જો કે આ ધ્યાન પડવાના સ્વભાવવાળું છે છતાં પણ અહીં ક્ષપકશ્રેણિમાં અતિ નિર્મળતાને લીધે તેનાથી આગળના ગુણસ્થાને ચઢાય છે. (9) અનિવૃત્તિકરણ ગુણસ્થાનક અપૂર્વકરણ ગુણસ્થાનક પછી જીવ અનિવૃત્તિકરણ ગુણસ્થાનકે જાય છે. આ (નવમા) ગુણસ્થાનકના નવ ભાગ કલ્પવા. પહેલા ભાગમાં સ્થાવર, સૂક્ષ્મ, તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, નરકગતિ, નરકાનુપૂર્વી, આતપ, ઉદ્યોત, નિદ્રાનિદ્રા, પ્રચલા પ્રચલા, થીણદ્ધિ, એકેન્દ્રિયજાતિ, બેઇન્દ્રિયજાતિ, તે ઇન્દ્રિયજાતિ, ચઉરિન્દ્રિયજાતિ, સાધારણ - આ 16 પ્રકૃતિઓનો ક્ષય કરે. બીજા ભાગમાં અપ્રત્યાખ્યાનાવરણીય ચાર - પ્રત્યાખ્યાનાવરણીય ચાર = 8 પ્રકૃતિઓનો ક્ષય કરે. ત્રીજા ભાગે નપુંસકવેદનો ક્ષય કરે. ચોથા ભાગે સ્ત્રીવેદનો ક્ષય કરે.