Book Title: Padarth Prakash 26 Gunsthankramaroh
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ ૮મા થી ૧૨મા ગુણસ્થાનકો પરિણામ થાય છે તે અપૂર્વકરણ ગુણસ્થાનક. (9) નવમું અનિવૃત્તિ ગુણસ્થાનક જોયેલા, સાંભળેલા, અનુભવેલા ભોગોની આકાંક્ષા વગેરેના સંકલ્પ-વિકલ્પ રહિત નિશ્ચલ એકાગ્ર ધ્યાનપરિણામરૂપ ભાવોની જ્યાં નિવૃત્તિ થતી નથી તે અનિવૃત્તિ ગુણસ્થાનક. આ ગુણસ્થાનકે બાદર કષાયો એટલે કે અપ્રત્યાખ્યાનાવરણીય ચાર કષાયો, પ્રત્યાખ્યાનાવરણીય ચાર કષાયો, સંજવલન ચાર કષાયો અને નવ નોકષાયો - આ 21 કર્મપ્રકૃતિઓને ઉપશમક ઉપશમાવતો હોવાથી અને ક્ષપક ક્ષય કરતો હોવાથી આ ગુણસ્થાનકને અનિવૃત્તિનાદર ગુણસ્થાનક કહેવાય છે. (10) દસમું સૂમસંપરાય ગુણસ્થાનક પરમાત્માના સૂક્ષ્મતત્ત્વની ભાવનાના બળથી જ્યાં મોહનીયની 20 પ્રકૃતિઓ ઉપશાન્ત કે ક્ષય થઈ ગઈ હોય અને માત્ર સૂક્ષ્મ લોભ કષાયનું જ અસ્તિત્વ હોય તે સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક. (11) અગ્યારમું ઉપશાન્તમોહ ગુણસ્થાનક ઉપશમશ્રેણિવાળા શ્રેષ્ઠ ઉપશમવાળા જીવને પોતાના સહજ સ્વાભાવિક સંવેદનથી જ્યાં મોહનીયની બધી પ્રવૃતિઓ ઉપશાન્ત થઈ ગઈ હોય તે ઉપશાન્તમોહ ગુણસ્થાનક. (12) બારમું ક્ષણમોહ ગુણસ્થાનક ક્ષપકને ક્ષપકશ્રેણિના માર્ગે દસમા ગુણસ્થાનકથી જ કષાયરહિત શુદ્ધ આત્મભાવનાના બળે બધા મોહનો ક્ષય થવાથી ક્ષીણમોહ નામના બારમાં ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. આ પાંચ ગુણસ્થાનકોનું સામાન્ય સ્વરૂપ કહ્યું, વિશેષ સ્વરૂપ આગળ કહેવાશે. અપૂર્વકરણની શરૂઆતથી ઉપશમક ઉપશમશ્રેણિ માંડે છે અને