Book Title: Padarth Prakash 26 Gunsthankramaroh
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 14 પાંચમું દેશવિરતિ ગુણસ્થાનક અવિરતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે રહેલા જીવનું કૃત્ય - તે ભગવાનની પૂજા વગેરે કરે છે, ગુરુદેવને વંદન વગેરે કરે છે, સંઘનું વાત્સલ્ય વગેરે કરે છે અને શાસનપ્રભાવના કરે છે, કેમકે તે પ્રભાવકશ્રાવક છે. પ્રભાવકશ્રાવક = જે હંમેશા સંઘની ભક્તિ અને તીર્થની ઉન્નતિ કરે છે તે પ્રભાવકશ્રાવક છે. (5) પાંચમું દેશવિરતિ ગુણસ્થાનક સમ્યકત્વથી પ્રાપ્ત થયેલ સમજણથી પુષ્ટ થયેલ વૈરાગ્યથી સર્વવિરતિની ઇચ્છા હોવા છતાં સર્વવિરતિનો ઘાત કરનારા પ્રત્યા ખાનાવરણીયકષાયના ઉદયથી સર્વવિરતિને સ્વીકારવાની શક્તિ પેદા નથી થતી પણ ત્રણ પ્રકારની દેશથી વિરતિ જ્યાં થાય છે તે દેશવિરતિ ગુણસ્થાનક, એટલે કે શ્રાવકપણું. ગાથાસહસ્ત્રી (ગા. ૪૦૫-૪૦૭)માં ત્રણ પ્રકારની દેશવિરતિ આ રીતે કહી (1) જઘન્ય દેશવિરતિ - (i) ઇરાદાપૂર્વકની સ્થૂલ હિંસા વગેરેનો ત્યાગ કરવો. (ii) દારૂ, માંસ વગેરેનો ત્યાગ કરવો. (ii) પરમેષ્ઠીઓના નમસ્કારના સ્મરણના નિયમને ધારણ કરવો. (2) મધ્યમ દેશવિરતિ - (i) ધર્મની યોગ્યતાના અશુદ્ર વગેરે 21 ગુણોને ધારણ કરવા. (જુઓ પરિશિષ્ટ-૨) (i) અથવા ધર્મની યોગ્યતાના ન્યાયસંપન્નવૈભવ વગેરે 35 ગુણોને ધારણ કરવા. (જુઓ પરિશિષ્ટ-૩) (i) ગૃહસ્થને ઉચિત છ કર્મોમાં નિરત રહેવું. છ કર્મો -