________________
ઝરણું સુકાઈ જાય ત્યાં છેવટે ઉલ્લાસભરી સ્રોતસ્વિની કેવી રીતે વહી શકે?
મહાપથ પર પણ ચાલે છે
માનવીય સંબંધોની મહાવીથી એટલી બધી કેંટકાકીર્ણ તો નથી જ, છતાં યુગીન ચિંતને તેને વિશે કેટલીક આશંકાઓ પેદા કરી છે. આ જ કારણે માનવી તેના ઉપર ચાલતાં ગભરાય છે. સામાજિક અસ્તવ્યસ્તતા અને પારિવારિક વેરવિખેરપણાની પાછળ આ માનસિકતા જ સક્રિય છે. એકલતાની પરેશાનીએ તેને ફરી એક વખત વિચાર કરવા માટે વિવશ કરી મૂક્યો છે. પરંતુ જે માર્ગ એક વખત છૂટી જાય છે તેને ફરીથી મેળવવાનું સરળ નથી હોતું. વ્યક્તિવાદી મનોવૃત્તિ, વ્યવસાય, રહેઠાણ, શિક્ષણ, વાહનવ્યવહાર વગેરેની સમસ્યાઓથી ઘેરાયેલા માણસે વિભક્ત પરિવારોની સંસ્કૃતિ અપનાવી. પરંતુ સમસ્યાઓ ઘટવાને બદલે વધતી રહી છે. સુખદુઃખમાં પરિવારનો સહયોગ ન રહેવાથી સમગ્ર બોજ એકલી એક જ વ્યક્તિએ ઉઠાવવો પડે છે. બીમારી, વિયોગ, વિકલાંગતા અને બેકારીના સંજોગોમાં આ અહેસાસ વિશેષ તીવ્રતર બને છે.
સંબંધોના આ મહાપથ ઉપર કોણ ચાલી શકશે ? આ પ્રશ્નનો ઉત્તર મહાવીર-વાણીમાં ઉપલબ્ધ છે. ભગવાન મહાવીરે કહ્યું, “પણયા વીરા મહાવિહી' જે વીર છે તે મહાપથનો પથિક બની શકે છે. જે વીર છે તે સમસ્યાઓનું સમાધાન શોધી શકે છે. જે વીર છે તે સંબંધોના મહાસાગરમાં ડૂબકી મારીને રત્નો પ્રાપ્ત કરી શકે છે. વીર તે છે જે સામંજસ્યમાં શ્રદ્ધા રાખે છે, સહઅસ્તિત્વમાં વિશ્વાસ કરે છે. અને સહન કરવાનું જાણે છે. સંવેદનશીલતાની ધરતી ઉપર ઊગેલા સંબંધોના છોડને પલ્લવિત, પુષ્પિત તથા વટવૃક્ષની જેમ છત્રછાયાવાળા બનાવવા માટે માનવી પોતાના ચિંતન અને વિવેકનો વ્યાપક ઉપયોગ કરે તો તે પોતાની અને આ સમગ્ર વિશ્વની સમસ્યાઓ સામે ઝઝૂમી શકે છે.
Jain Educationa International
ધોનો સાગર વિવેકનો સેતુ”
For Personal and Private Use Only
www.jainelibrary.org