Book Title: Navu Darshan Navo Samaj
Author(s): Tulsi Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 254
________________ ભારતનું રાષ્ટ્રીય પ્રતીક માનવી આસ્થાના બળે જીવે છે. આદર્શ સુધી પહોંચવા માટે તે કેટલાંક આસ્થાસૂત્રોનું નિર્માણ કરે છે. જીવનયાત્રામાં જ્યાં પણ તેનાં કદમ ડગમગે છે. ત્યાં આસ્થાસૂત્રોના આલંબન થકી જોખમપૂર્ણ માર્ગોને પણ પાર કરી દે છે. સત્યમેવ જયતે” આ મહત્ત્વપૂર્ણ આસ્થા સૂત્ર છે. આ સૂત્ર આકર્ષક છે, પ્રેરક છે અને પ્રભાવોત્પાદક પણ છે. તેનો પ્રયોગ ધર્મના મંચ ઉપ૨થી થાય તો કોઈ મોટી વાત નથી. કારણ કે ધર્મની આધારશિલા સત્ય છે. પરંતુ ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં તેને અંકિત કરવામાં આવ્યું છે. કોઈપણ દેશનું શાસનસૂત્ર આ પ્રતીકના બળ ઉપર સંચાલિત હોય તે તેના માટે ગૌરવની વાત છે. ભારત જેવા અધ્યાત્મપ્રધાન દેશમાં આવી આસ્થાનું નિર્માણ મુશ્કેલ પણ નથી. આટલું બધું સ્વીકાર કર્યાં પછી પણ સત્યમેવ જયતેસત્યનો જ વિજય થાય છે આ પ્રયોગ ચર્ચાસ્પદ લાગે છે. કોઈ વ્યક્તિ ધર્મની સાધના કરે છે, તે સત્ય પ્રતિ નિષ્ઠા ધરાવે છે, તો તેની સાધનાનો સંબંધ જયવિજય સાથે નથી, આત્માના વિકાસ સાથે છે. સત્યનો સાધક આત્મવિકાસના શિખર ઉપર આરોહણ કરી શકે છે, પરંતુ જીવનના પ્રત્યેક વળાંક ૫૨ તે વિજયનું જ વરણ કરે એવી પ્રતિબદ્ધતા નથી હોતી. અનેક પ્રસંગોએ સત્યવાદીને હારતો અને અસત્યભાષીને જીતતો જોવાનું બને છે. નાનક હાર્યા હી ભલા ન્યાયાલયમાં કેસ ચાલે છે. વાદી અને પ્રતિવાદી બંને પોતપોતાની વાત કરે છે. ત્યાં હારજીતનો ફેંસલો સાક્ષીઓના આધારે થાય છે. જે વ્યક્તિ પોતાના કેસના પક્ષમાં સાચા કે ખોટા જેટલા સબળ સાક્ષીઓ ૨જૂ કરે છે, તે જીતી જાય છે. સાચી વ્યક્તિ સાક્ષીઓના અભાવમાં પરાજય પામે છે. આવા સંજોગોમાં સત્યમેવ જયતે આ કથન એકાંતિક અને આત્યન્તિક સત્ય બની શકતું નથી. સંભવતઃ આ સંદર્ભમાં ગુરુનાનકની વાણી મુખર બની હતી. નાનક હાર્યા હી ભલા, જીતણ દે સંસાર । હાર્યા તે હર સે મિલ્યા, જીત્યા જમ કે દ્વારા ॥ બે દેશો વચ્ચે યુદ્ધ છેડાય છે. જે દેશની સૈન્યશક્તિ અને નવું દર્શન નવો સમાજને પ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260