Book Title: Navu Darshan Navo Samaj
Author(s): Tulsi Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 256
________________ આવે એમાં મને કોઈ મુશ્કેલી નથી. પરંતુ ક્યારેક ક્યારેય મનમાં એક નવો વિચાર ઝબકે છે કે જેન આગમોમાં સત્યનો મહિમા જે સ્વરૂપે ઉદ્દગીત છે તે વધુ પ્રભાવી, ઉપયોગી અને વ્યાવહારિક નીવડી શકે તેમ છે. આવી સ્થિતિમાં આપણે તે વાક્યને આદર્શ માનીને સત્ય તરફ પોતાના વિશ્વાસને અધિક દઢ બનાવી શકીએ છીએ. મહાવીરવાણીમાં સત્યનો સંદેશ ભગવાન મહાવીર સત્યના મહાન સાધક હતા. તેમણે પોતાના સાધનાકાળ દરમિયાન અસહ્ય કષ્ટ સહ્યાં. છતાં ક્યારેય અસત્યનો સહારો ન લીધો. તેમના પોતાના જ શિષ્ય ગૌશાલકે અસત્ય બોલીને તેમને મુશ્કેલીમાં મૂકવાના ભરપૂર પ્રયત્નો કર્યા. પરંતુ તેમણે પોતાના બચાવ માટે પણ ક્યારેય સત્યને અભડાવ્યું નહીં. સત્ય વિશે તેમની અનુભવપૂત વાણીનાં કેટલાંક ઉદાહરણો આ પ્રમાણે છે. સચ્ચે ભયવં - સત્ય જ ભગવાન છે. સર્ચ લોયશ્મિ સારભૂયં સત્ય લોકમાં સારભૂત છે. સત્યમેવ સમભિજાણાહિ- સત્યનું જ અનુશીલન કરો. સઍસિ બિતિ કુવ્વહ - સત્યમાં ધૈર્ય કેળવો. સચ્ચસ્સ આણાએ ઉવઢિએ સે મેહાવી મારે તરતિ - જે સત્યની આજ્ઞામાં ઉપસ્થિત છે તે મેધાવી મૃત્યુને તરી જાય છે. મહાવીરવાણીનાં ઉક્ત સૂત્રોને જીવન સાથે જોડવા માટે અમે અહંતુ વંદનામાં કેટલાંક સૂત્રો ઉદ્ધત કર્યા છે. પ્રતિદિન સવારે અને સાંજે બંને સમયે અહત્ વંદનાનું સામૂહિક સંગાન અત્યંત તન્મયતા અને ગૌરવપૂર્વક કરવામાં આવે છે. સત્ય પ્રત્યેની આસ્થાને દઢ કરવાનો આ એક સરળ પ્રયોગ છે. ચિનની નવી દિશા સત્યનિષ્ઠ વ્યક્તિ નિશ્ચિત રહે છે, લોકમાં પ્રતિષ્ઠા પામે છે, આદેયવચન બને છે. તેની આજ્ઞાનું કોઈ અતિક્રમણ કરી શકતું નથી અને તેને વચનસિદ્ધિની ઉપલબ્ધિ પણ મળી શકે છે. આ જ દષ્ટિએ પ્રત્યેક વિવેકસંપન્ન વ્યક્તિએ સત્ય સાથે સંબંધિત આસ્થાવાક્યો અથવા આદર્શ વચનોને સામે રાખવાં પડે છે. એકનિષ્ઠ બનીને કરકરી નવું દર્શન નવો સમાજEારકwseી કરી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260