Book Title: Navu Darshan Navo Samaj
Author(s): Tulsi Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 251
________________ એક વખત મન મુગ્ધ થઈ જાય છે. પરંતુ તેમનું આકર્ષણ સંધ્યાકાલીન અબ્રરાગ જેવું ક્ષણિક હોય છે. માનવી જેટલો અધિક સંગ્રહ કરે છે અને જેટલા અધિક ભોગ ભોગવે છે એટલો જ તે અશાંત બને છે. મહાવીરે કહ્યું- “અહો ય રા ય પરિતપ્રમાણે, કાલાકાલસમુદાઈ, સંજોગી અઠાલોભી, આલુપે સહસક્કરે'-કામ અને અર્થમાં આસક્ત વ્યક્તિ રાતદિવસ પરિતપ્ત રહે છે, કાળ કે અકાળમાં અથર્જિન માટે તે વ્યાકુળ રહે છે. સંયોગનો અર્થી અને અર્થલોલુપ બનીને તે ચોર કે લુંટારો થઈ જાય છે. તેવા સંજોગોમાં તેને શાંતિ શી રીતે મળે ? મહાવીરના અર્થશાસ્ત્રમાં સમાયેલું છે સૈકાલિક સત્ય આકાંક્ષાના ઘેરાને વધારનાર વ્યક્તિનું એકમાત્ર લક્ષ્ય હોય છે વિલાસિતા. વિલાસિતા જીવનની જરૂરિયાત નથી. તેનાથી કામુકતાને ઉત્તેજન મળે છે. સંસારના અર્થશાસ્ત્રીઓ આ જ બિંદુની પરિક્રમા કરી રહ્યા છે. અહીં સંયમ કે નિયમનનો કોઈ સિદ્ધાંત નથી. મહાવીરનું અર્થશાસ્ત્ર સંયમથી અતૃપ્રેરિત છે. તેમણે કહ્યું. “ઇચ્છાઓ સ્વાભાવિક છે, એ જ રીતે સંયમ પણ સ્વાભાવિક હોવો જોઈએ. નહિતર કામભોગોમાં આસક્ત પુરુષ ઉત્તરોત્તર કામની પાછળ ચક્કર લગાવતો રહે છે.” વૈજ્ઞાનિકોએ ભૌતિક ક્ષેત્રે ખૂબ કામ કર્યું. તેમનું અવદાન માનવીને આશ્ચર્યમાં મૂકવાનું છે. પરંતુ ભૌતિક આવિષ્કારોનો પ્રભાવ તાત્કાલિક રહે છે. જેમ જેમ સમય વીતે છે તેમ તેમ તેમની વ્યર્થતા પ્રમાણિત થતી જાય છે. ફ્રીઝની શોધ થઈ. લોકોએ ચમત્કાર જેવો અનુભવ કર્યો. પડદા ઉપર ફિલ્મ બતાવવામાં આવી, જાણે આંખોની સામે સ્વર્ગ ઊતરી આવ્યું ! દૂરદર્શન તો એનાથી પણ આગળ વધ્યું. કોમ્યુટર અને રોબોટની શોધોએ માનવીના બુદ્ધિબળની ઉત્કૃષ્ટતા પુરવાર કરી દીધી. પરંતુ આજનું ચિંતન ભૂમિકા બદલી રહ્યું છે. ભૌતિક ઉપલબ્ધિઓ ઉપર તોળાઈ રહેલાં જોખમોનો આતંક વધતો જાય છે. તેથી તેમને પ્રતિબંધિત કરવાનો સ્વર મુખર બની રહ્યો છે. વૈજ્ઞાનિકો વર્તમાનજીવી હોય છે. તેઓ પદાર્થ ને યંત્રના સહારે જીવે છે. તેમના જ્ઞાનની સીમા હોય છે. મહાવીર ત્રિકાલદર્શી હતા. તેમણે આત્માનુભવના આધારે સત્યને જાણ્યું. તેમના જ્ઞાનની સીમા નહોતી. તેમણે પદાર્થની ક્ષમતાને ઓળખી અને સાપેક્ષ દષ્ટિએ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260