Book Title: Navu Darshan Navo Samaj
Author(s): Tulsi Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 250
________________ કર્યું ? તેઓ પોતાના યુગમાં સમાજવ્યવસ્થાના સૂત્રધાર હતા. તેમણે પરિવાર અને સમાજના સંચાલનની સઘળી ગતિવિધિઓનું પ્રશિક્ષણ આપ્યું. આચાર્ય હેમચંદ્ર લખ્યું છે કે એતચ્ચસર્વસાવધમપિલોકાનુકમ્પયા સ્વામી પ્રવર્તયામાસ જાનનું કર્તવ્યમાત્મનઃા ઋષભ જાણતા હતા કે તેઓ જે કલાઓ અને વ્યવસ્થાઓનો ઉપદેશ આપી રહ્યા છે તે સઘળો સાંસારિક છે, સપાપ છે. પરંતુ પોતાનું કર્તવ્ય સમજીને તેમણે કર્મયુગનું પ્રવર્તન કર્યું. તે સમયે ઋષભ સિદ્ધ નહોતા, સાધક હતા. તેથી વિસંગતિનો પ્રશ્ન સ્વયં ઓગળી જાય ઘેરાઓની વચ્ચે ઊભેલો માનવી માનવીએ પોતાને માટે કેટલાક ઘેરાઓ ઊભા કર્યા છે. સૌથી મોટો ઘેરો અનિવાર્યતાનો છે. જીવનયાપન માટે કેટલીક અનિવાર્ય અપેક્ષાઓ હોય છે. તેમનો સંબંધ ભીતરની માગ સાથે છે. આહાર, વસ્ત્ર અને રહેઠાણ તથા ચિકિત્સા, શિક્ષણ વગેરે જીવનની પ્રાથમિક અપેક્ષાઓ છે. આવશ્યકતાઓનો ઘેરો ઘણો મોટો છે. માનવી પોતાના સામાજિક સ્તરના અનુપાતથી આવશ્યકતાઓને વિસ્તારે છે. તેમાં આહાર, વસ્ત્રો, ભોજન વગેરેની ગુણવત્તા ઉપર ધ્યાન કેન્દ્રિત થાય છે વૈયક્તિક અને સામાજિક પરિવેશના આધારે આવશ્યકતાઓનું નિધરણ કરવામાં આવે છે. ત્રીજો ઘેરો ઇચ્છાઓ અને આકાંક્ષાઓનો છે. માનવીની ઈચ્છાઓ આકાશની જેમ અનંત છે. આકાશનો કોઈ અંત દેખાતો નથી. એ જ રીતે ઇચ્છાઓનો પણ અંત નથી હોતો. આ સંદર્ભમાં એક કવિની બે પંક્તિઓ ખૂબ માર્મિક સાંસોં કી સીમા નિશ્ચિત હૈ, ઈચ્છાઓં કા અન્ત નહીં હૈ ? જિસ કી કોઈ ચાહ નહીં હો, ઐસા કોઈ સન્ત નહીં હૈ // ત્રીજો ઘેરો જીવનની અનિવાર્યતા અને આવશ્યકતાને જ માત્ર નથી જોતો, તે અપેક્ષિત સુવિધાઓ ઉપર પણ નથી અટકતો, તેના વિસ્તારમાં વિલાસિતા અને પ્રતિષ્ઠા જેવી મનોવૃત્તિઓનો યોગ રહે છે. તે એવી મનોવૃત્તિઓ છે, જે સુખનો આભાસ આપીને દુખ માટે ઘોર ખોદે છે. વિલાસિતાને વધારનારા જેટલા પદાર્થો છે, તે આપાત્તભદ્ર એટલે કે પ્રારંભમાં સુંદર હોય છે. તેમના ઉપયોગથી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260