________________
કહેવામાં આવ્યું હોત તો શક્ય છે કે લોકો સાંભળવાનું પસંદ ન કરત. પરંતુ અત્યારના લોકો એટલા બધા ભ્રાંત અને અશાંત છે કે તેમને માટે નવી દ્રષ્ટિની ઉપયોગિતા છે.
પ્રાસંગિક ચર્ચા
કોઈ વાત ગમે તેટલી મહત્ત્વની કેમ ન હોય, તેનું મૂલ્ય સમય સાપેક્ષ હોય છે. યોગ્ય સમયે કહેવામાં આવેલી સામાન્ય વાત પણ વ્યક્તિને પ્રભાવિત કરી શકે છે. યોગ્ય અવસર વિશિષ્ટ વાતને પણ અકિંચિત્કર પ્રમાણિત કરી દે છે. તેથી જ તો કહેવામાં આવ્યું છે કે - ફીકી પે નીકી લગે, કહિયે સમય વિચાર ।
સબકો મન હરસિત કરે, પૂં બ્યાવન મેં ગા૨ ।। નીકી પે ફીકી લગૈ, બિન અવસર કી બાત । જૈસે વરણન યુદ્ધ મેં, નહિ સિણગાર સુહાત ॥
વિવાહના પ્રસંગે મહિલાઓ ફટાણાં ગાય છે. સામાન્ય પ્રસંગે એવી ગાળો ગાવામાં આવે તો ઝઘડા થઈ શકે છે. પરંતુ વિવાહના પ્રસંગે હલકી કક્ષાનાં ગીતો પણ શ્રોતાઓ ખુશ થઈ ને સાંભળે છે. તેથી સમયને ઓળખીને કામ ક૨વું જોઈએ.
સંસારી વ્યક્તિને શૃંગા૨૨સની વાતો અધિક રુચિકર લાગે છે. પરંતુ યુદ્ધના પ્રસંગે કોઈ કામકથા કહેવા લાગે તો તે સર્વથા નીરસ અને અર્થહીન પ્રતીત થાય છે.
અર્થશાસ્ત્રના સંદર્ભમાં મહાવીરનું નામ અપ્રાસંગિક લાગે છે. પરંતુ આજે અર્થના ક્ષેત્રમાં વધતી જતી વિસંગતિઓ અને વિકૃતિઓને જોતાં મહાવીરનું દર્શન અત્યંત પ્રાસંગિક બની રહ્યું છે. કોઈ એક પ્રાંત કે રાષ્ટ્રની જ વાત નથી. સમગ્ર વિશ્વનું અર્થશાસ્ત્ર ભટકી ગયું છે. આ દૃષ્ટિએ મહાવીરનું અર્થશાસ્ત્ર પ્રકાશનાં થોડાંક કિરણો પણ પાથરી શકે તો લોકોનો માર્ગ મોકળો બની શકે તેમ છે. આવશ્યક છે અર્થની સાથે ધર્મનો સિદ્ધાંત
ભારતીય નીતિશાસ્ત્ર પુરુષાર્થ ચતુષ્ટયીની ચર્ચા કરે છે. તેમાં બે સાધ્ય છે અને બે સાધન છે. કામ સાધ્ય છે,અર્થ સાધન છે. મોક્ષ સાધ્ય છે, ધર્મ સાધન છે. કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનોએ અર્થ અને કામનો સ્વીકાર કર્યો. પરંતુ ધર્મ અને મોક્ષને છોડી દીધાં. તેમણે કામને માનવીની મૌલિક મનોવૃત્તિ કહીને તેને દરેક પ્રકારે મુક્તિ આપી. કામની પૂર્તિ માટે અર્થ આવશ્યક બને છે. આ દૃષ્ટિએ અર્થ
નવું દર્શન નવો સમાજ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org