________________
ધ્યાન સામે સઘળા રસ નીરસ છે.
પ્રેક્ષાધ્યાનની પદ્ધતિ જેટલી સરળ છે તેટલી વૈજ્ઞાનિક પણ છે. તેને તમામ લોકો શીખે એવી અમારી અપેક્ષા છે. પરંતુ સચ્ચાઈ એ છે કે હજારો પ્રયત્નો કરવા છતાં અમે સૌકોઈને ધ્યાની બનાવી શકીશું નહીં. ધ્યાન શીખવા માટે આવશ્યક છે. જયમુનિ જેવી સ્થિતપ્રજ્ઞતા.
વિ. સં. ૧૮૭પની વાત છે. ચૌદ વર્ષના જીત મુનિ પાલીના બજારમાં બેસીને લખી રહ્યા હતા. સામે નાટક ચાલતું હતું. નગરનાં બાળકો, વૃદ્ધો અને યુવાનો સૌ નાટક જોઈ રહ્યાં હતાં. તેમની વચ્ચે ઊભેલો એક વૃદ્ધ દુકાનમાં લેખનમગ્ન જીત મુનિને જોતો હતો. લગભગ બે કલાક સુધી નાટક ચાલ્યું. નાટક સમાપ્ત થતાં તે વૃદ્ધ બોલ્યો, “તેરાપંથનો પાયો સો વર્ષ ઊંડો થઈ ગયો. પાસે ઊભેલી વ્યક્તિઓએ વિસ્મયથી પૂછ્યું, “તેવું કઈ રીતે ?' વૃદ્ધે કહ્યું, “જે સંઘમાં એક નાનામાં નાનો સાધુ પણ આટલો સ્થિર થઈને બેસી શકતો હોય, બે કલાકમાં એક વખત પણ આંખ ઊઠાવીને નાટક તરફ જોતો ન હોય, તે સંઘનો વાળ પણ વાંકો થઈ શકે નહીં.'
ધ્યાનની સાધના એ લોકો માટે કઠિન છે કે જેમનું મન ભટકતું રહે છે, જેઓ હાસ્ય-કુતૂહલમાં રસ લે છે, જેઓ દૂરદર્શન ઉપર સિરીયલો જોવા માટે લાલાયિત રહે છે અથવા જેઓ નિદ્રાને અત્યંત આદર આપે છે. ધ્યાનનો અભ્યાસ કરવો હોય તો આવા બાહ્ય રસોનો આસ્વાદ ત્યાગવો પડશે. જે દિવસે આ રસ છૂટી જશે તે દિવસથી ધ્યાનમાં રસ પ્રગટશે. તે રસનું આસ્વાદન કર્યા પછી સંસારના સઘળા રસ નીરસ બની રહેશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org