Book Title: Navu Darshan Navo Samaj
Author(s): Tulsi Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 240
________________ તફાવત પડી ગયો છે ?' મેં વાત ટાળી દીધી. મારા મનમાં સાધુઓ પ્રત્યે સંવેદનાનો ભાવ જાગૃત હતો. તેઓ ભૂખ્યા રહે અને હું ભરપેટ ભોજન કર્યું એ મારા માટે અસહ્ય હતું. થોડાક સમય પછી સૌરાષ્ટ્રથી સમાચાર મળ્યા કે ત્યાં સાધુઓને હવે કોઈ મુશ્કેલી નથી. ત્યારે મેં ફરીથી વ્યવસ્થિત ભોજન શરૂ કર્યું. ગાંધીજી મહાન હતા. તેમનું ચિંતન પણ મહાન હતું. મારો પ્રયોગ નાનકડા સ્વરૂપે હતો. પરંતુ તાદાત્મ્યની વાત બંને પ્રસંગો સાથે જોડાયેલી છે. પછી કાંઈ નહીં થાય પ્રકૃતિ સાથે માનવીનું તાદાત્મ્ય જોડાયેલું હોત તો તે કશું વિચાર્યા વગર આટલી હદે તેનું શોષણ કરતો ન હોત. પ્રકૃતિનું અનિયંત્રિત શોષણ એટલે પ્રલયને સીધું આમંત્રણ. આપણે જાણીએ છીએ કે આ અવસર્પિણી કાળનો છઠ્ઠો આરો પ્રલયની કથા લખશે. પરંતુ હજી તો હજારો વર્ષોની અવધિ બાકી છે. જે ઘટના ઘણાં વર્ષો પછી ઘટવાની છે તે આજે ઘટવા લાગે તો અસ્વાભાવિક કહેવાય. પ્રાકૃતિક સ્થિતિઓમાં આવેલાં પરિવર્તનોથી માનવીના વિચારો બદલાયા છે, પરંતુ આચરણ હજી નથી બદલાયું. જ્યાં સુધી તેની આર્થિક દૃષ્ટિ સ્વસ્થ અને સંતુલિત નહીં બને ત્યાં સુધી પર્યાવરણ સંતુલિત શી રીતે રહેશે ? પર્યાવરણની સમસ્યા કોઈ એક રાષ્ટ્રની સમસ્યા નથી. તેનાથી સમગ્ર વિશ્વ પ્રભાવિત થઈ રહ્યું છે. આ સમસ્યાને અનેક દિશાએથી જોવાનો અને તેનો સ્થાયી ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવાની જરૂર છે. સમય આપણા હાથમાંથી છટકી રહ્યો છે. અત્યારે જો કશું જ નહીં ક૨વામાં આવે તો પછી કાંઈ ન રહે. Jain Educationa International નવું દર્શન નવો સમાજ ૩ For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260