Book Title: Navu Darshan Navo Samaj
Author(s): Tulsi Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 225
________________ નામ પુણિયા શ્રાવકનું છે. રાજગૃહ નગરમાં મહાવીરનો ઉપાસક પુણિયો રહેતો હતો. તેની પાસે નાનકડી ઝૂંપડી હતી. તેનો વ્યવસાય પણ સામાન્ય હતો. તે રૂની પુણિયો બનાવીને વેચતો હતો, તેથી તેનું નામ પુણિયા શ્રાવક તરીકે પ્રસિદ્ધ થયું હતું. પુણિયો વેચવામાંથી જે કમાણી થતી એટલામાં તે સંતુષ્ટ હતો. તે ધમરાધના પ્રત્યે જાગરૂક હતો. અલ્પારંભ અને અલ્પપરિગ્રહી હતો. તેની ઈચ્છાઓ સીમિત હતી. તેથી ઓછામાં ઓછી સાધનસામગ્રીમાં પણ તે પ્રસન્ન રહેતો હતો. જો સુખ અને પ્રસન્નતાનો સંબંધ અર્થ સાથે હોત તો પુણિયો ક્યારેય સુખી અને પ્રસન્ન થઈ શક્યો ન હોત. બીજી ઘટના શ્રેષ્ઠી મમ્મણની છે. તે અખૂટ સંપદાનો સ્વામી હતો. પરંતુ તે તેનો ઉપભોગ કરી શકતો નહોતો. ઐશ્વર્યશાળી હોવા છતાં તેનાં દુઃખોનો પાર નહોતો. તે રાત્રે નદીકિનારે લાકડીઓ ભેગી કરતો હતો. અંધારી રાત, વાદળીનો ગડગડાટ અને વીજળીના ચમકારા થતા હતા. તેવા સમયે તેને નદીકિનારે લાકડીઓ વીણતો જોઈને મહારાણી ચેલણાએ સમ્રાટ શ્રેણિકને કહ્યું, “આપના રાજ્યમાં કેવા ગરીબ લોકો વસે છે ?” સમ્રાટને અચરજ થયું. તેણે અનુચરોને મોકલીને તે વ્યક્તિને બોલાવી. પૂછ્યું, “તું કોણ છે ? આવી ભયાનક રાત્રે પણ તું આટલો બધો પરિશ્રમ શા માટે કરે છે ?” આગંતુક બોલ્યો, “મહારાજ ! હું આપના નગરમાં વસતો શ્રેષ્ઠિ પુત્ર છું. મારું નામ મમ્મણ છે. મારી પાસે એક બળદ છે. તેની જોડી તૈયાર કરવા માટે હું રાતદિવસ પરિશ્રમ કરું છું.' રાજાએ પોતાના અનુચરોને આદેશ આપ્યો કે રાજ્યની વૃષભશાળામાં જે બળદો છે તેમાંથી મમ્મણને જે બળદ પસંદ આવે તે આપી દો. મમ્મણે વૃષભશાળા જોઈ. તેને એક પણ બળદ પસંદ ન આવ્યો. સમ્રાટને આ વાતની જાણ કરવામાં આવી. સમ્રાટે મખ્ખણનો પોતાનો બળદ જોવાની ઉત્સુકતા પ્રગટ કરી. મમ્મણે કહ્યું, ‘મહારાજ ! મારો બળદ અહીં સુધી આવી શકે તેમ નથી. આપ મારા ઘેર પધારવાનો અનુગ્રહ કરો.' સમ્રાટ શ્રેણિક મમ્મણની સાથે તેના ઘેર પહોંચ્યો. ત્યાં જઈને સમ્રાટે તેના બળદને જોયો, તો તેની આંખો અંજાઈ ગઈ. ત્યાં એક રત્નજડિત બળદ ઊભો હતો. સમ્રાટે કહ્યું, “અરે મૂર્ખ ! આ બળદની જોડી બનાવવા જેટલો વૈભવ તો રાજ્યના ભંડારોમાં પણ નથી. તું ભૂખ્યો-તરસ્યો રહીને, રાતદિવસ ઘોર પરિશ્રમ કરીને આ બળદની જોડી બનાવીશ. પછી અમીરી અને ગરીબી બંનેઅભિશાપર વે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260