Book Title: Navu Darshan Navo Samaj
Author(s): Tulsi Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 236
________________ નશામાં પ્રકૃતિનું અસીમ દોહન થવા લાગ્યું. તેનાથી પર્યાવરણની સમસ્યાઓ પેદા થઈ. લોકોને વિચારવાની તક મળી. પડછાયાની જેમ અનુગમન કરી રહેલી વિનાશલીલાને પાછાં વળીને જોવાની તક મળી. કોઈ બચશે જ નહીં તો સંપન્નતા શા કામમાં આવશે - એવા ચિંતને માનવીને સજાગ કરી દીધો. સમસ્યાનું મૂળ ધરતી અને સૂરજની વચ્ચે ઓઝોનનું પડ છે. તે પૃથ્વીથી ઉપર દશથી પંદર કિલોમીટર વચ્ચે સમતાપ મંડળમાં આવેલી એક વિરલ છત્રી છે. તે અંતરીક્ષમાંથી આવતી પરાબેંગની જેવાં હાનિકારક કિરણોને પૃથ્વી સુધી પહોંચવામાં અવરોધ કરે છે. પ્રાકૃતિક અસંતુલન અને પ્રદૂષણના કારણે તે છત્રીમાં છિદ્રો પડી ગયાં છે. છિદ્રો વધતાં જાય છે. ધરતી ઉપર જીવનની સુરક્ષા ઓઝોનના કારણે છે. તે ક્ષતિગ્રસ્ત થવાથી જીવન સામેનાં જોખમો વધી ગયાં છે. ઠેરઠેર ધરતીકંપ, પૂર, તોફાન વગેરે પ્રાકૃતિક પ્રકોપ જનજીવનને અસ્તવ્યસ્ત કરી રહ્યા છે. જ્વાળામુખી ફાટવાની સંભાવનાઓ પ્રબળ બની રહી છે. આવા સંજોગમાં સંપન્નતાનો ભોગ કોણ કરશે ? કેવી રીતે કરશે ? આજે વિશ્વની મૂર્ધન્ય વ્યક્તિઓને આ ચિંતા સતાવી રહી છે કે પૃથ્વીનું શું થશે? જો પૃથ્વી નહીં બચે તો માનવી નહીં બચે અને માનવી નહીં બચે તો આ સંપન્નતા અર્થહીન બની રહેશે. માનવી જેવા દૂરદર્શી, ચિંતનશીલ અને વિવેકશીલ પ્રાણી માટે આ એક પડકાર છે, જેનો મુકાબલો કરવો અત્યંત આવશ્યક છે. મુકાબલાની તૈયારી કરતાં પહેલાં વિચારો કે સમસ્યા કઈ વાતની છે. મારા મત મુજબ સમસ્યાનું મૂળ છે- માનવીનો એકાંગી દષ્ટિકોણ. મહાવીરે અનેકાન્ત દષ્ટિકોણનું મૂલ્ય જાણ્યું. તેનો ઉપયોગ કર્યો અને તે વિશે માહિતી આપી. પરંતુ લોકો આ દાર્શનિક અને સાંસ્કૃતિક વારસાને ભૂલતા રહ્યા છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની સીમાઓને વણજોઈ કરીને એક જ દિશામાં આગળ દોડી રહ્યા છે. તેમને બીજું કાંઈ જ જોઈતું નથી, સંપન્નતા અને સુવિધા જ માત્ર જોઈએ છે. ખબર નથી કે આવો દષ્ટિકોણ વ્યક્તિને ક્યાં લઈ જશે અને તે દ્વારા તેનું કર્યું હિત સધાશે. મહાવીરે દષ્ટિકોણને સમ્યક અને સ્થિર બનાવવાની વાતને વિશેષ મહત્ત્વ આપ્યું. તેમણે કહ્યું સમ્યક્ દષ્ટિકોણ સઘળા ધર્મોનું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260