Book Title: Navu Darshan Navo Samaj
Author(s): Tulsi Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 232
________________ જાહેરખબરોના માધ્યમ વડે માનવીના ઉપભોગની આકાંક્ષાઓ જગાડવામાં આવી રહી છે. આકાંક્ષાની પૂર્તિ માટે અર્થ વધશે, સંપન્નતા વધશે. જેમ જેમ સંપન્નતા વધશે તેમ તેમ નવી આકાંક્ષાઓ પેદા થશે, આકાંક્ષાઓની પૂર્તિ માટે ઉત્પાદન વધશે. આ રીતે ચક્ર ચાલ્યા કરશે. ઉત્પાદન પણ શેનું ? શસ્ત્રોનું, શરાબનું, ડ્રગ્સનું અને ન જાણે બીજી કઈ કઈ ચીજોનું. અહીં જરૂર છે વિવેકની. અહીં અપેક્ષા છે નિયંત્રણની. વિવેક અને નિયંત્રણથી મુક્ત વ્યવસાય માનવીને ક્યાં લઈ જશે તે કહેવાનું મુશ્કેલ છે. વેપારની સીમાઓ મહાવીરે ક્યારેય વ્યવસાયનો વિરોધ કર્યો નથી. પરંતુ ત્યાં પણ કેટલીક લક્ષ્મણરેખાઓ દોરી. તેમણે શ્રાવક આનંદને બાર વ્રતોનું સ્વરૂપ સમજાવ્યું. સાતમું વ્રત છે- “ઉપભોગ-પરિભોગપરિમાણ.’ આ વ્રતના સંદર્ભમાં તેમનું ચિંતન સ્પષ્ટ છે. ભોગ કે સાધન વિપુલ હૈ, અતુલ મન કી લાલસા, લાલસા કી પૂર્તિ મેં આરંભ હૈ ભૂચાલ–સા / ખાદ્ય-સંયમ વસ્ત્રસંયમ વસ્તુ કા સંયમ સો, ભોગ યા ઉપભોગ કા સંયમ સફલતા સે બઢે છે. શ્રાવકે જીવનયાપન માટે વ્યવસાય કરવો પડે છે, પરંતુ એવો વ્યવસાય કે જેમાં હિંસાની સીમા ન રહેતી હોય તે ત્યાજ્ય છે. આવા વ્યવસાયમાં પંદર કાંદાનોનો સમાવેશ થાય છે. અંગારકર્મ, વનકર્મ શાકટકર્મ, ભાટકકર્મ વગેરે પંદર કમદાનોને શ્રાવક માટે એક હદ સુધી વર્જિત માનવામાં આવ્યાં છે. વ્યવસાયના ક્ષેત્રમાં માન્યતાઓમાં ભારે પરિવર્તન આવ્યું. આવી સ્થિતિમાં કોઈ ચોક્કસ માપદંડનું નિધરિણ મુશ્કેલ લાગે છે. છતાં શસ્ત્ર, અભક્ષ્ય પદાર્થ, માદક અને નશીલા પદાર્થ (ડ્રગ્સ) તથા ક્રૂર હિંસાજનિત વસ્તુઓના વ્યાપારથી તો બચી જ શકાય છે. પ્રાચીનકાળમાં મોટાભાગના લોકો ખેતીનો વ્યવસાય કરતા હતા. તેને ઉત્તમ માનવામાં આવતો હતો. ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર. આ દષ્ટિએ અનેક પ્રકારના વ્યાપાર નિષિદ્ધ હતા. મૂળ વાત એ છે કે તે સમયે ઇચ્છાઓ ઓછી હતી, આવશ્યકતાઓ ઓછી હતી, તેથી વેપાર પણ સીમિત હતો. વેપારની સીમા પાછળનો મૂળ ઉદ્દેશ એ હતો કે જીવનની શાંતિનો ભંગ ન થવો જોઈએ. અશાંતિને પામીને અથર્જન તથા અર્થસંગ્રહ કરવાનો અર્થ જ શો છે? અકાર કરાયા જારી કરાશા નવું દર્શન કરાવોસમાજalso doe Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260