Book Title: Navu Darshan Navo Samaj
Author(s): Tulsi Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 212
________________ કસોટી ઉપર કસી છે. અમે જાણ્યું કે આપે તત્ત્વને યથાર્થરૂપે જાણ્યું છે અને યોગ્યરૂપે તેનું પ્રતિપાદન કર્યું છે. આ વિશિષ્ટતાને કા૨ણે જ અમે આપની શરણાગતિ સ્વીકારી છે. અનાગ્રહના પ્રવક્તા મહાવીરે જેવું દર્શન આપ્યું તેવું જ જીવન પોતે જીત્યા. તેમણે જે સત્ય મેળવ્યું તેને લોકો સમક્ષ રજૂ કર્યું. પરંતુ તેને સ્વીકારવા માટે કોઈ આગ્રહ ન કર્યો. તેમણે કહ્યું કે સ્વયં સત્યની શોધ કરો. કોઈ બીજી વ્યક્તિ દ્વારા શોધેલા સત્ય ઉપર અટકી ન જાઓ. પોતાની શોધ ચાલુ રાખો. ઉધારનું સત્ય ક્યારેય પોતાનું થઈ શકતું નથી. તેના આધારે નિશ્ચિંત થઈને બેસનાર ક્યારેય સત્યને પ્રાપ્ત કરી શકતો નથી. મહાવીરે કહ્યું, ‘મઇમં પાસ’ - હે તિમન ! તમે જુઓ, બીજા કોઈની વાત સાંભળવાની આવે તો સાંભળો, પરંતુ તેની ઉપર પોતાની બુદ્ધિથી વિચાર કરો. વિચાર્યા-સમજ્યા વગર કોઈની વાતને સ્વીકારી લેવી તે બુદ્ધિનું કાર્ય નથી. તમે સૌની વાત સાંભળો પરંતુ જં છેયં તં સમાયરે' જે તમને સારું લાગે તેનું જ આચરણ કરો, કેવો ઉદાર અને વ્યાપક વિચારપ્રવાહ છે ! તેથી આપણે મહાવીર પ્રત્યે મુગ્ધ છીએ. તેમણે અનાગ્રહ અને ઋજુતાનો જે દૃષ્ટિકોણ આપ્યો તે જ સત્ય છે. તેના આધારે આપણે તે લોકોની ભલાઈઓને પણ સ્વીકારી લઈએ છીએ જેમના પ્રત્યે આપણને શ્રદ્ધા નથી હોતી. ધર્મો અને દર્શનોના તુલનાત્મક અધ્યયનની પરંપરા આ ભૂમિકા ઉપર જ આગળ વધે છે. શાંતિનાં અવરોધક તત્ત્વો મહાવીરની સાધનાનો ઉદ્દેશ આસ્થાની આવૃત્ત શક્તિઓને નિરાવરણ કરવાનો હતો. તેમણે જ્ઞાન અને દર્શનનાં આવરણો દૂર કરીને કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉપલબ્ધ કર્યું. આત્માને વિકૃત ક૨ના૨ મોહ કર્મને તેઓ શરૂથી જ પરાભૂત કરી ચૂક્યા હતા. આત્માની અસીમ ક્ષમતાને રુંધનાર અંતરાય કર્મ દૂર થઈ ગયું. મહાવીરની ભીતરમાં જ્ઞાન અને દર્શનના સઘળા સ્રોત ખૂલી ગયા. તેમના આત્મામાં અંતહીન આનંદ પ્રગટ થઈ ગયો. તેમની અનંત શક્તિ જાગ્રત થઈ ગઈ. સર્વજ્ઞતા પ્રાપ્ત થયા પછી તેમણે ધર્મતીર્થની સ્થાપના કરી. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એમ ચતુર્વિધ તીર્થની સ્થાપના કરીને તેઓ તીર્થંકર બન્યા. નવું દર્શન ઃ નવો સમાજ ñ ૨૧૦ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260