________________
લાલાબા સમયની સાધના દોરા લાભાલાવાળા અને સ્વપ્રબંધન શાલાલ શા
માનવી ચિંતનશીલ પ્રાણી છે, કર્મશીલ પ્રાણી છે. તે વિચારે છે અને પુરુષાર્થ કરે છે. તેના વિચારનું બિંદુ સ્વ પૂરતું જ નથી, પર માટે પણ હોય છે. તે શરીર વિશે વિચારે છે. વેશભૂષા વિશે વિચારે છે, મકાન વિશે વિચારે છે. ખાવાપીવા વિશે વિચારે છે. સુખસુવિધાઓ વિશે વિચારે છે અને એ જ રીતે અનેક પ્રવૃત્તિઓ વિશે પણ વિચારે છે, પરંતુ પોતાના વિશે વિચારતો નથી. આ પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ વિશે તે જેટલું ચિંતન કરે છે તેટલું પોતાને તે ચિંતનના પરિઘમાંથી બહાર રાખે છે.
બીજા લોકો શું કરે છે. શું નથી કરતા અને તેમણે શું કરવું જોઈએ – એના ચિંતનનો ભાર ઊંચકીને તે ફરે છે. પરંતુ પોતે શું કરે છે- શું નથી કરતો અને પોતે શું કરવું જોઈએ -આ સંદર્ભમાં વિચારવાની તેને ફુરસદ નથી હોતી. કોઈકની પાસે સમય હોય છે પરંતુ પોતાના વિશે વિચારવાની માનસિકતા નથી હોતી. કેટલીક વ્યક્તિ પોતાના વિશે વિચારે છે પરંતુ તેની ક્રિયાન્વિતી કરી શકતી નથી. જો એમ હોત તો સ્વપ્રબંધન વિશે નવા અભિગમથી વિચાર કરવાની અપેક્ષા જ રહી ન હોત. ચાવી હાથમાં નથી
માનવીમાં અનંત ક્ષમતાઓ હોય છે. આ વાત બીજી રીતે એમ પણ કહી શકાય કે તેની પાસે ક્ષમતાઓનો અખૂટ ભંડાર છે. પરંતુ તે તેનો ઉપોયગ કરી શકતો નથી. કારણ કે ભંડારની ચાવી તેના હાથમાં નથી. ક્યાંક ક્યાંક એવું પણ બને છે કે ચાવી રહી જાય છે અને ખજાનો કોઈ ચોરી જાય છે.
એક કંજૂસ શેઠની પાસે કરોડોની સંપત્તિ હતી. તેણે સઘળી સંપત્તિમાંથી હીરા- માણેક ખરીદી લીધાં. તેમને એક પેટીમાં મૂકીને
કરી સમયની સાધના અને સ્વપ્રબંધન તરપw::: :
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org