________________
ખુલ્લું તાંડવ કરવાની તક ન મળી હોત.
અનુસંધાન પછી પ્રશિક્ષણની વાત આવે છે. અહિંસા શું છે ? તેની ક્ષમતા કેટલી છે ? તેનો ઉપયોગ શો છે ? તેને કઈ રીતે કામમાં લઈ શકાય છે ? તેનાં પરિણામો કયાં હોઈ શકે છે ? વગેરે મુદ્દાઓને નજર સામે રાખીને તેનું વ્યાવહારિક પ્રશિક્ષણ થતું રહે તો અહિંસા જીવનશૈલીને દૃઢ કરનાર રસાયણ બની શકે છે.
પ્રશિક્ષણ પછી પ્રયોગની વાત આવે છે. ભોજન ગમે તેટલું સ્વાદિષ્ટ અને પોષક હોય, પરંતુ જ્યાં સુધી તે ઉપયોગમાં ન આવે ત્યાં સુધી તેની ગુણવત્તા પ્રમાણિત કરશે નહીં. સિદ્ધાંત ગમે તેટલો ભવ્ય હોય પણ જ્યાં સુધી તેનો પ્રયોગ ન થાય ત્યાં સુધી તે ઉપાદેય બની શકશે નહીં. અહિંસા આપણી માતા છે. તેની છત્રછાયામાં સમગ્ર માનવજાતિ નિશ્ચિંત થઈને જીવી શકે છે. પરંતુ આં ત્યારે જ શક્ય છે જ્યારે સમતા, મૈત્રી, અભય, સહિષ્ણુતા વગેરે સ્વરૂપે તેનો પ્રયોગ થતો રહેશે. અહિંસાનું અનુસંધાન, પ્રશિક્ષણ અને પ્રયોગ આ ત્રિપદીમાં જીવનદાયિની શક્તિ છે, તેવી શ્રદ્ધાનું નિર્માણ થવાથી જ અહિંસાનું વર્ચસ્વ દૃઢ બની શકે છે. અહિંસાના પ્રશિક્ષક કોણ બનશે !
લોકજીવનમાં અહિંસાને પ્રતિષ્ઠિત કરવા માટે અહિંસાના પ્રશિક્ષણની આવશ્યકતાનો અનુભવ થઈ રહ્યો છે. પ્રશ્ન એ છે કે અહિંસાના પ્રશિક્ષકો કોણ બનશે ? તે માટે આપણે એવી વ્યક્તિઓની શોધ કરવી પડશે કે જે નૈસગ્દિક રૂપે જ અહિંસાનિષ્ઠ હોય અથવા અભ્યાસથી અહિંસક બની ચૂકી હોય. ઉદાહરણ તરીકે મહાત્મા ગાંધીને રજૂ કરી શકાય છે. તેમની પાસે જનાર અને રહેનાર વ્યક્તિઓને અનાયાસે જ તેમના જીવનમાં અહિંસાની ઝલક જોવા મળતી હતી. ગાંધીજીને વાંચનારાઓ જાણે છે કે તેમણે પોતાના જીવનમાં અહિંસાને કેટલી નિષ્ઠા સહિત જીવી હતી.
ગાંધીજી દરરોજ દાતણ કરતા હતા. દાતણ માટે વૃક્ષની આખી ડાળીને તોડવાનું તેમને રુચિકર લાગતું નહોતું. તેમણે એવું કરનાર સહકર્મી તરફ તાત્કાલિક આંગળી ચીંધીને તેને સજાગ કરી દીધો. હાથ ધોવા માટે તે ખૂબ થોડું પાણી વાપરતા હતા. થોડાક જ પાણીથી થતા કાર્ય માટે વધુ પાણી ઢોળી દેવાતું જોઈને તેમના આત્માને પીડા થતી હતી. પલંગને એક સ્થળેથી બીજા સ્થળે
આવશ્યક છે અહિંસાનું પ્રશિક્ષણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org