Book Title: Navkar Prabhav Author(s): Publisher: Jain Prarthana Mandir Trust View full book textPage 7
________________ હતી, તેમના કાળ સમયે 'તમારા પુણ્ય નિમિત્તે હું કોડવા નવકાર મંત્રનો જાપ કરીશ’ એ પ્રમાણે પુણ્ય કહ્યું હતું. આવા મહાજ્ઞાની પુરુષો પણ નવકારમંત્રનો આશ્રય લે છે એ જ એમ કહી આપે છે કે એની અક્ષર સંકલનામાં એવું કોઇ અચિંત્ય સામર્થ્ય રહેલું છે કે આત્માને અનાદિ કાળથી વળગેલા અનંત પાપના ઘરોને અને પાપી વાસનાઓને નવકાર મંત્રી જડમૂળમાંથી નષ્ટ કરી નાખે છે. આલોકના સુખો, પરલોકના સુખો તેમજ મોક્ષનું શાશ્વત સુખ પણ એ મેળવી આપે છે. આ મંત્રની અર્ધસંકલના પણ એવી ઉત્તમ છે કે જગતના સર્વકાળના સર્વશ્રેષ્ઠ આત્માઓ એના વાચ્યરૂપે છે. એના અર્થનો આપણે વિચાર કર્યા કરીએ તો પણ એ પરમેષ્ઠિઓના ગુણોના સ્મરણ અને ચિંતનના પ્રભાવે તન્મય થઇને આપણે પરમાત્મા બની જઇએ. આધ્યાત્મિક શાસ્ત્રનો નિયમ છે કે 'જે માાસ જેનું અહર્નિશ ચિંતન કરે છે તે તદ્રુપ બની જાય છે.’ પરમાત્માનું સતત સ્મરણ અને ધ્યાન કરવાથી પરમાત્મા સાથે આપણા આત્માનું અનુસંધાન થાય છે અને તેથી આપણા આત્મામાં ૫૨માત્માની તમામ શક્તિઓ પ્રગટ થવાથી આપણે પરમાત્મારૂપ થઇ જઇએ છીએ. આ પ્રમાણે શબ્દ તથા અર્થ બંને દૃષ્ટિએ વિચારતા નવકારની મહામંત્રતા છે. અહીં મહત્ત્વનો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ‘નવકાર મંત્રનો અપાર મહિમા છે' એમ બધા જ કહેતા આવ્યા છે. અને કહે છે, તો પછી આપણને બધાને એનો અનુભવ કેમ થતો નથી ? આનો ઉત્તર પણ સામાન્ય રીતે જ આપવામાં આવે છે કે એકાગ્રતા, ભક્તિ તથા વિધિપૂર્વક એનો જાપ કરવામાં આવતો નથી તેથી નવકાર મંત્રનો જાપ કરવા છતાં ઇષ્ટ ફળ મળતું નથી. આ ઉત્તર તદ્ન સત્ય છે, છતાં કેટલીક વિશેષ વિચારણાની ખાસ જરૂર છે કે એકાગ્રતા કેમ આવતી નથી ? વ્યગ્રતા પાછળ શા કારણો ? વ્યગ્રતા કેવી રીતે દૂર થાય ? એવી કઇ બાધક વસ્તુઓ નડે છે કે જે આપણી સાધનામાં વિઘ્ન નાખે છે ? શું કરવામાં આવે કે જેથી મંત્રાક્ષરોમાં ગુપ્ત રહેલું અચિંત્ય સામર્થ્ય પ્રગટ થાય ? નવકાર મંત્રના ભક્તિમાન સાધકોની અને ઉપાસકોની આ મોટામાં મોટી મુંઝવણો છે. આ સંબંધમાં ઉઠતા અનેક પ્રશ્નો અને તેના ઉત્તરો વિષેના યથામતિ વિચારોને વિસ્તારથી લખવા માટે પુષ્કળ સમય જોઇએ. અત્યારે અત્યંત મર્યાદિત સમયમાં આ લેખમાં એ વિચારોને લખવાનું મારે માટે અશક્ય છે પરંતુ નવકારના સાધકોએ એટલી વાત ખાસ સમજી લેવી જોઇએ કે ‘ફળપ્રાપ્તિની પ્રતિસમય ઝંખના એ જ ફળપ્રાપ્તિમાં તથા નવકાર મંત્રની ઉપાસનામાં મોટું વિઘ્ન બની જાય છે.' કારણ કે મંત્રાક્ષરોમાં ગુપ્ત રહેલી અચિંત્ય શક્તિને પ્રગટ કરવા માટે જાપ ઉપરાંત બીજા અનેકાનેક નિયમોને જીવનમાં ઉતારવા પડે છે. મોટા ભાગના સાધકો એ નિયમોને જાણતા જ હોતા નથી. ઘણાં ખરા જાણનારા પણ અનેક કારણોને લીધે એ નિયમોને અમલમાં મૂકી શકતા નથી એટલે નવકારનો અપાર મહિમા સાંભળીને એકદમ આકર્ષાઇને નવકારનો જાપ કરવાથી શીઘ્રમેય ઇષ્ટ ફળ મળી જશે.' એવી આકાંક્ષાઓથી જેઓ નવકારનો જાપ કરવા પ્રવૃત્ત થાય છે અને ફળની જ અધીરાઇને જેઓ સેવ્યા કરે છે તેવા મનુષ્યોને જ્યારે ઇષ્ટ ફળ શીઘ્ર મળતું નથી ત્યારે પ્રારંભમાં નમસ્કાર ઉપર તેમને જે તીવ્ર શ્રદ્ધા હોય છે તેમાં ઘટાડો થવા લાગે છે અને તેથી નવકારથી મળતું જે ઇષ્ટ ફ્ળ તે નજીક આવવાને બદલે ઉલટું દૂર દૂર ખસતું જાય છે. એટલે નવકારના સાધકોએ ફળ ઉપર દૃષ્ટિ સ્થાયી રાખવા કરતાં નવકાર ઉપર દૃષ્ટિ સ્થાપિત કરવાની જ ખાસ જરૂર છે. કર્મોવધિયારો ના પુ યન” કર્તવ્ય કરવાનો જ આપણને અધિકાર છે, ફળ ઉ૫૨ અધિકાર નથી એટલે આપશું પરમ કર્તવ્ય તો નવકારની ઉપાસના કરવી એ જ છે, એનું ફળ આપવાનું કાર્ય નવકારને જ સોંપી દેવું જોઇએ. કેવી રીતે ક્યારે અને શું ફળ આપવું કે જેથી આપણું શ્રેય થાય એની જવાબદારી આપણે નવકારને સોંપી દેવી જોઇએ. ‘આ જીવનમાં નવકારમંત્ર જપવાનું પરમ ભાગ્ય પ્રાપ્ત થયું.” એ જ મોટામાં મોટું ફળ છે, એમ માનીને નવકારના સાધકોએ નવકારની ઉપાસનામાં જ લયલીન થઇ જવું જોઇએ, કારણ કે જગતમાં પ્રભુના નામસ્મરણથી બીજો એકેય મોટો હાવી નથી. જેને પ્રભુના સ્મરકામાં રસ લાગ્યો છે તેને કશી બીજી વાત ગમતી પણ નથી. એવો માતુશ્રી તેજબાઇ ગગુભાઇ ટોકરશી છાડવાતા આત્મશ્રેયાર્થે (મોટી ખાખર-ચેમ્બુર) હસ્તે: શ્રીમતી દીનાબેન હરીશભાઇ છાડવાPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 252