Book Title: Motini Maya Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad View full book textPage 8
________________ આ વિવિધ માળાઓમાં મણકા પરોવવાનું કે તૈયાર કરવાનું કામ કેટલાય ઉત્સાહી મિત્રો અને અધિકારી લેખકેએ ઉપાડી લીધું છે, એ પણ અમારે મન ઘણી આનંદની વાત છે. અક્ષરજ્ઞાનને પ્રચાર જેમ જેમ આપણા દેશમાં વધતો જશે, તેમ તેમ ઉપયોગી તેમ જ આનંદપ્રદ વાચનની ભૂખ પણ ઊઘડતી જશે. તે ભૂખને સુ-પશ્ય વાચન-સામગ્રીથી તૃપ્ત કરવાના ભગીરથ કાર્યમાં આ સહકારી સંરથા યતકિંચિત ફાળો આપતી થશે, એ વિચાર ઉત્સાહપ્રેરક થઈ પડે તે છે. શ્રી. મગનભાઈ દેસાઈ એ તેમનું “ગીતાનું પ્રસ્થાન ” એ કીમતી લેખમાળા પરિવાર મંદિરને પ્રસિદ્ધ કરવા સંમતિ આપી છે, એ અહીં જાહેર કરતાં અમને અત્યંત આનંદ થાય છે. ગીતા અને ઉપનિષદ આદિ આપણા ધર્મગ્રંથોને સમજવા-સમજાવવાની તેમની જે વિશિષ્ટ રીત છે, તે તો તેમનાં ઉપનિષદ ઉપરનાં પુસ્તક તથા કોચરબ આશ્રમમાં વરસોવરસ ગીતાજયંતી વ્યાખ્યાનમાળા પ્રસંગે તેમના પ્રમુખપદે અપાયેલાં વ્યાખ્યાનથી પરિચિત એવાં સી ગીતાપ્રેમીઓને જાણીતી બાબત છે. સૌ તેમની શૈલી અને નવીન દૃષ્ટિથી એકસરખાં પ્રભાવિત થાય છે. ગીતાના પ્રસ્થાન અંગેનું – અર્થાત્ ગીતા કયા સંજોગોમાં ઉપદેશાઈ તે ભૂમિકાનું જ નિરૂપણ કરતી આ અનોખી લેખમાળા, અમારી જાણ મુજબ ગીતા ઉપર તેમનું પ્રસિદ્ધ થતું પ્રથમ પુસ્તક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 102