Book Title: Motini Maya
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 52
________________ શકે? એને પગલે પગલે તે નયુ મંગળ જ હોય— સુખ-સગવડ, આજાર-હથિયાર, સલામતી-સુખ, આરોગ્યઔષધ, તૃપ્તિ-આનંદ ! લા પાત્ર શહેરમાં પણ તે સવારે ઉશ્કેરાટનુ મોજુ' ફેલાઈ ગયું હતુ, કિના અને તેના જાતભાઈએનું સરઘસ પેલું વિશ્વપ્રકાશ મોતી વેચવા આવવાનું હતુ., સરઘસમાં, કિનાના મોટો ભાઈ જુઆન ટૉમસ તેની સાથે જ ચાલતા હતા. તેણે કિનાને ચેતવ્યા હતા, “ જોજે, પેલા ઝવેરી લેાકેા તને છેતરી ન જાય.” કિનાએ જવાબ વાળ્યો, સાચી વાત, ભાઈ !’ જુઆન ટૌમસે કહ્યું, “બીજી જગાએ શા ભાવ ઊપજે છે તેની આપણને ખબર નથી; એટલે આપણાં મોતી પડાવી લઈ ને આ ઝવેરીએ બહાર તેનુ શું ઉપજાવે છે, તે કાણું જાણે છે?” કિનાએ કહ્યું, “એ ખરું, પણ આપણે અહીં અને તેઓ ત્યાં; આપણને શી રીતે ખબર પડે?' “કિના, તું જન્મ્યા પણ ન હતા, તે વખતે આપણા ઘરડાઓએ મોતીના વધુ પૈસા ઉપજાવવાના Jain Education International For Private & Personal Use Only ૩૯ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102