Book Title: Motini Maya
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 93
________________ કિનો અવાજ ન થાય તેમ શી રીતે નીચે ઊતર્યો, તેનું વર્ણન કરવું અશક્ય છે. જાન સટોસટને ખેલ ખેલતાં બધાં પ્રાણીઓમાં એ જાતનું બળ તથા કુશળતા આપોઆપ આવી જાય છે. પણ નીચે પહોંચ્યા પછી તેને લાગ્યું કે, પેલા રાઈફલવાળાની આસપાસ એટલી ખુલ્લી જગા હતી કે દેખાયા વિના તેની પાસે પહોંચાય તેમ નહોતું. - વીસ ડગલાં જ હવે દૂર રહ્યાં હતાં. પણ કિને ને આટલે સુધી છુપાઈને આવતાં બહુ વાર લાગી હતી. ચંદ્રની કિનારી પર્વત ઉપરથી અચાનક ઊંચી આવી. કિને એકદમ નીચે નમી ગયે. પેલા રાઈફલવાળાએ ચંદ્ર સામે નજર કરીને બીજી સિગારેટ સળગાવી. હવે કયે પાલવે તેમ નહોતું. રાઈફલવાળે મોં ફેરવે કે તરત તેના ઉપર ધસી જવું જ જોઈએ. કિનના પગ લપકવા માટે તૈયાર થઈ ગયા. પણ એટલામાં ઉપરથી બાળકના રડવાનો અવાજ સંભળાયે. પેલે રાઈફલવાળે એકદમ ચંકીને ઊભે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102