Book Title: Motini Maya
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 88
________________ પણ દેખાતું હતું. અને પર્વતમાળાને વીંધીને પાર જવાને કોઈ માર્ગ હોય તો તે પણ એ ચીરામાં થઈને જ હોઈ શકે. પેલા પીછો પકડનારાને પણ એ જ ખ્યાલ આવે એને ડર ખરો જ. પરંતુ હવે સાથેની મશકમાં પાણી જ રહ્યું ન હતું, એટલે એ તરફ ગયા વિના છૂટકે જ ન હતો. થાકેલાં હાંફતાં એ દંપતીએ તે તરફ પોતાનાં ધીમાં પગલાં મક્કમપણે ભરવા માંડયાં. પર્વતમાં ઊંચે મૂકતા શિખરની નીચે એક ઝરણું છમછમ કરતું વહેતું હતું. ઉનાળામાં ઓગળતા રહ્યાહ્યા બરફના પાણીથી તેમાં વધારો થત; અવારનવાર તેને વહેળે છેક જ સુકાઈ જતો. પણ આ ઝરણાના મૂળ આગળ પાણી ચાલુ બહાર નીકળ્યા કરતું અને તેથી આસપાસ થોડો ભેજ અને વનસ્પતિ કાયમ રહેતાં. | માઈલોથી પ્રાણીઓ રાતને વખતે ત્યાં પાણી પીવા આવતાં અને એકબીજાને આધારે જીવનાર જળચર-સ્થળચર-નભચર જીવેનું એક સંસ્થાન ત્યાં ખડું થયું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102