Book Title: Motini Maya Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad View full book textPage 7
________________ સંરકૃતિ સાથે સંઘર્ષમાં આવતાં કેટલીય પ્રાચીન જાતિઓ લુપ્તપ્રાય થઈ ગઈ છે. ગોરાઓની તૃષ્ણ એવી ભારે દાહક-નાશક નીવડી છે. આપણું પ્રાચીન ભારતીય સંસ્કૃતિ ગોરી સંસ્કૃતિ સાથેના સંપર્કમાં અને સંઘર્ષમાં આવતાં કંઈક વિશેષ દેખાવ કરી શકી, તે તેના ગણ્યાગાંઠયા સપૂતોને કારણે જ. બાકી તો આપણું અંતરમાં પણ ગેરી સંસ્કૃતિએ જે તૃષ્ણની આગ જલાવી છે, તે કિનના જાતભાઈઓમાં પ્રગટેલી આગ કરતાં ઓછી દાહક-મારક નથી. કિને જેમ ડું ધન હાથમાં આવતાં છોકરાને ભણાવવાની અને રાઈફલ વસાવવાની તમન્ના જાગી, તેની પેઠે આપણે પણ રવરાજ્ય આવ્યા બાદ વિચિત્ર તૃષ્ણાઓ પ્રગટ કરવા લાગ્યા છીએ. કેટલાય સમુદ્ર વટાવીને આવેલી આ જાતિની લોકકથા આપણને ઘણી રીતે ઉપકારક થઈ પડે તેવી છે. “સત્યાગ્રહના તંત્રીશ્રીએ આ વાર્તા તેમના પત્રનાં પાનાંમાંથી પુસ્તકાકારે ઉતારવા પરવાનગી આપી, તે બદલ તેમને આભારી છું. પરિવાર પ્રકાશન સહકારી મંદિરે બીજી પણ બે ચાર માળાઓના પ્રકાશનનું કામ તત્કાળ હાથ ઉપર લીધું છે. એક તે ગુજરાતના ઘડવૈયાઓ ગણાય તેવી વ્યક્તિઓના જીવનકાર્ય-પરિચયની માળા; બીજી “રાષ્ટ્રના ઘડવૈયા ગણી શકાય તેવા રાષ્ટ્રપ્રમુખો, સેવકે ઇત્યાદિની ચરિત્રમાળા ત્રીજી અમેરિકા વગેરે દેશોના પ્રમુખોનાં ચરિત્રોની માળા; ચેથી આપણું પડોશી અને સંબંધી દેશાની માહિતી આપતી પરિચય માળા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 102