________________
२०
બાજુ કોરી જગ્યામાં ચાંદલા કરેલા છે. દરેક ‘બ’ પત્રમાં જમણી બાજુના ચાંદલા પર પત્ર ક્રમાંક લખેલા છે. દરેક ‘બ’ પત્ર પર ડાબી બાજુ ઉપર ‘શ્રીશાંતિષત્રિ’ લખેલુ છે તથા તેની નીચેના લાલ ચાંદલામાં તાડપત્રીય ગ્રંથોમાં લખાતા અક્ષરાંકો આલેખેલા છે. જેમકે ‘૬૩’ ‘૬૩’ ‘ૐ’૨૩ વગેરે...આમાં ઉપરનો ‘દ૩’ અક્ષર દશક અંકોમાં ૯નો આંક દર્શાવે છે અને નીચેના ૨-૩-૪ વગેરે છે. આ બધી વસ્તુસ્થિતિ પ્રતની પ્રાચીનતા દર્શાવે છે.
(૨) અજ્ઞાતકર્તૃક મંગલકલશકથા :
આ
કૃતિની પ્રત શ્રીહેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર-પાટણ સ્થિત લીંબડી પાડા જૈન જ્ઞાનભંડારની છે. પ્રત ક્રમાંક-૩૮૧૮, કુલ ૩ પત્રની આ પ્રતમાં બે ચરિત્ર છે. (૧) મંગલકળશ (૨) પૃથ્વીચંદ્ર-ગુણસાગર...પ્રતિ પત્ર પંક્તિ-૨૧ કે ૨૨ છે. પ્રતિપંક્તિ અક્ષરો ૬૦ થી ૬૬ છે. દરેક પત્રમાં વચ્ચે નાનુ કોરુ ચોખંડુ મૂક્યું છે. તેની વચ્ચે ઝીણું કાંણુ છે. અક્ષરો ઝીણા છતા સુવાચ્ય છે. પત્ર ૧ અ-બ ઉ૫૨ના ભાગથી ત્રણ પંક્તિ સુધી ૧.૫ ઈંચ જેટલી પહોડાઈમાં ખવાયેલા છે. પ્રતની આદિ માત્ર ‘॥ ૐ ।।'થી કરી છે. અંતે લેખનાદિ વિષયક કોઈ ઉલ્લેખ નથી. લખાણપદ્ધતિ પ્રાયઃ ૧૫માં શતકથી પૂર્વની જણાય છે. છતાં લેખન વિષયક કોઈ ચોક્કસ ઉલ્લેખના અભાવે આ કૃતિ બીજી કૃતિઓથી પાછળ રાખવામાં આવી છે.
(૩) હંસચંદ્રજીના શિષ્યકૃત મંગલકલશકથા ઃ
આ કૃતિની પ્રત સરભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ-પુનાથી પ્રાપ્ત થઈ છે. પ્રત ક્રમાંક-૭૮૦, કુલ પત્ર-૪, પ્રતિ પત્ર પંક્તિ-૧૬/૧૭ છે, પ્રતિ પંક્તિ અક્ષ૨-૪૨થી ૪૮ છે. અક્ષરો સુવાચ્ય હોવા છતાં લહીયા દ્વારા
૨૩. આ અક્ષરાંકોની ઓળખ માટે જુઓ ‘ભારતીય પ્રાચીન લિપિમાલા' પૃ. ૧૦૩થી ૧૩૦ તથા ‘ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખન કળા' પૃ. ૬૦થી ૬૪.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org