Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 13
________________ કરવી એ પૂર્ણ એકાગ્રતા વગર શકય નથી; અને આવી એકાગ્રતા તે મને ખૂબ દુર્લભ છે. કેટલીય વાર તેા મતે એમ પણ લાગ્યા કર્યુ છે કે રખેને એક સારું કામ મારા હાથે કદરૂપુ` બની જાય. આમ છતાં કામ કરવા જેવું તે। હતુ, જ અને મારે વિદ્યાલયના સંચાલકોએ મારામાં મૂકેલ વિશ્વાસને પાત્ર પણ સાબિત થવુ હતુ. એટલે મારી શક્તિ-અશક્તિને, આવડત-ખીનઆવડતના તેમ જ નિરાંત અને નિરાંતના અભાવને વિશેષ વિચાર કર્યા વગર મેં એ કામ માથે લઈ લીધું. એનુ'. જે ક'ઈ પરિણામ આવ્યુ' તે આજે “ વિદ્યાલયની વિકાસકથા ”તે નામે સમાજ સમક્ષ રજૂ કરતાં હું આનંદ અને સંકાચની મિશ્રિત લાગણી અનુભવુ છુ. અને આ પ્રસંગે એટલું જ પ્રા છુ" કે મારા હાથે કશું અજીતુ ન થયુ. હાય. આ વિકાસકથા તૈયાર થઈ શકી તેનેા ખરા યશ વિદ્યાલયના પચાસ વર્ષના રિપોર્ટના ધડવૈયાઆને તેમ જ વિદ્યાલયના દફતરને વિગતવાર સુવ્યવસ્થિત રાખનાર મહાનુભાવાને જ ઘટે છે. રિપોર્ટમાં તેમ જ દફતરમાં સંગ્રહાયેલી આ બધી સામગ્રી એટલી બધી સવિસ્તર, આધારભૂત અને સુવ્યવસ્થિત છે કે કુશળ લેખકને હાથે આના કરતાં વધુ વિસ્તૃત, વધુ માહિતીપૂર્ણ તેમ જ વધુ રોચક ઇતિહાસકથા તૈયાર થઈ શકે. હું જે કંઈ લખી શકયા તે આ રિપેર્ટા અને દફતરને આધારે જ. એટલે આ માટે સૌથી વિશેષ આભાર મારે આ રિપેર્ટો તૈયાર કરનાર તથા દફતર સાચવનાર મહાનુભાવાને માનવાના રહે છે. આ અંગેની સામગ્રીનું અવગાહન કરતાં પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી, સદ્ગત સ્વનામધન્ય શ્રીમાતીચંદભાઈ ગિરધરલાલ કાપડિયા, શેઠ શ્રી દેવકરણ મૂળજી વગેરે સમાજહિતચિંતકો તથા સંસ્થાના સ્ત ંભોના જે પ્રેરણાત્મક અને આહ્લાદકારી પરિચય થયા તે મનની એક પ્રકારની કાયમની સમૃદ્ધિ બની રહે એવે છે. એ જ રીતે વિદ્યાલયની યશનામી કાર્યવાહીનુ એક સુંદર-સુભગ-સુરેખ ચિત્ર મન ઉપર્ અંક્તિ થયેલુ છે. મારા માટે આ ઘણા મેાટા લાભની વાત છે. આટલી બધી વિપુલ સામગ્રીમાંથી વિદ્યાલયની વિકાસકથાનું ચિત્ર ઉપસાવવા જતાં હકીકતદોષ રહેવા ન પામે એમ જ મહત્ત્વની અને તેાંધપાત્ર ઘટનાને ઉલ્લેખ કરવાનેા ન રહી જાય એ માટે યથાશકય તકેદારી રાખવાતા પ્રયત્ન તા કર્યાં જ છે, છતાં ઉપયોગી બીન-ઉપયાગી કેટલીયે પ્રવૃત્તિઓમાં સમય અને શક્તિ ઓછાં થઈ જવાને કારણે એમ જ છેલ્લા દિવસેામાં કરવી પડેલ ઉતાવળને કારણે આવા દોષ આમાં નહીં જ રહ્યો હાય એવું વિશ્વાસપૂર્વક કહેવાની હિંમત હું કરી શકું' તેવી સ્થિતિ નથી. એટલે આ બન્ને બાબતેા અંગે આ પુસ્તકમાં જે કંઈ ક્ષતિ રહી જવા પામી હાય એ માટે મારે બહુ જ નમ્રતાપૂર્વક ક્ષમા જ માગવાની રહે છે. શ્રી કાન્તિભાઈ કારા તેા વિદ્યાલયની કાÖવાહીની માહિતીના ખેાલતા ખજાના જેવા જ છે. એમણે આમાં કેવળ સંસ્થાના મુખ્ય સચાલક તરીકેની ફરજ રૂપે જ નહી પણ આત્મીયભાવે જે સહાયતા કરી છે તેને લીધે જ આ વિકાસકથાની રચના હું કરી શકો છુ. આગમ પ્રકાશન વિભાગમાં અમારી સાથે અમદાવાદમાં કામ કરતા મારા સ્નેહી પડિત શ્રી હરિશંકરભાઈ અંબારામ પડવાએ આ કા માં માંમાગી ઘણી મદદ આપી છે. પૂજ્ય આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના અનન્ય અનુરાગી ભાઈ શ્રી મણીલાલ ત્રિકમલાલ શાહે પણ કેટલાક પ્રસંગોની વિગતા મને પૂરી પાડી છે. ઉપરાંત વિદ્યાલયના સ્ટાફના ભાઈશ્રી જયન્તીભાઈ વગેરેએ પણ મને જોઈ તા સહકાર આપ્યા છે. આ પુસ્તકમાં પૂજ્ય આચાર્યશ્રી વિજ્યવલ્લભસૂરિજી મહારાજની ચૈત્યવંદન મુદ્રાની જે સુદર છબી આપવામાં આવી છે તે વિ. સંવત ૧૯૯૯માં ખભાતની પ્રતિષ્ઠા ઃ ઉત્સવ વખતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 562