Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
વિકાસની કેટલીક રૂપરેખા ગ્રંથસ્થ થઈને સમાજ સમક્ષ રજૂ થઈ શકી છે તે ઉપયોગી કામ થયું છે. આ અતિ મહત્વના કપરા કાર્યને શ્રી રતિલાલ દેસાઈ એ બહુ ખંતથી ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે,
ગ્રંથના બીજા ખંડનું સંપાદન ગુજરાતના લોકપ્રિય લેખક ભાઈશ્રી ભિખુ ભાઈએ કર્યું છે. ઉપરાંત અનેક વિદ્વાન મુનિરાજે તેમ જ લેખકબંધુઓએ લાગણીપૂર્વક પોતાની કૃતિઓ મોકલીને તે વિભાગને રોચક અને સમૃદ્ધ કરવા અમને સહકાર આપ્યો છે. આ બધાને અમે હાર્દિક આભાર માનીએ છીએ.
આ ગ્રંથનું મુદ્રણ બહુ જ ટૂંકા વખતમાં અમદાવાદના શારદા મુદ્રણાલયે કરી આપ્યું છે. તેમનો આ લાગણી ભર્યો સહકાર ન હેત તે આ કામ આ રીતે સમયસર પૂરું થઈ શકયું ન હોત. એ જ રીતે અમદાવાદની સુવિખ્યાત એમ. વાડીલાલ એન્ડ કંપનીએ આ ગ્રંથમાંની છબીઓનું બહુ જ ટૂંકા સમયમાં સુંદર મુદ્રણ કરી આપ્યું છે. રાજ પ્રોસેસ ટુડિઓ તેમ જ પ્રભાત પ્રોસેસ ટુડીઓએ આને બ્લેકે અમારી જરૂરિયાત મુજબ ખૂબ ઝડપથી બનાવી આપ્યા છે. આ પુસ્તકના બાઈન્ડીગનું કામ સાંભારે એન્ડ બ્રધર્સે પણ ઝડપથી કરી આપ્યું છે. આ બધાના અમે ખૂબ ઋણી છીએ.
વિદ્યાલયની આ “વિકાસકથા” તેમ જ આ ગ્રંથમાં આપવામાં આવેલ લેકોપયોગી સાહિત્ય સમાજને માટે રુચિકર થઈ પડશે એવી ઉમેદ સાથે અમે સુવર્ણ મહોત્સવને આ બીજો ભાગ શ્રીસંધના કરકમલમાં ભેટ ધરી કૃતકૃત્ય બનીએ છીએ. ગોવાલિયા ટેંક રોડ
ચંદુલાલ વર્ધમાન શાહ મુંબઈ-૨૬
મનુભાઈ ગુલાબચંદ કાપડિયા માહ શુકલા પૂર્ણિમા, સં. ૨૦૨૪
જયંતીલાલ રતનચંદ શાહ તા. ૧૪-૨-૬૮
માનદ મંત્રીઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org