Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
બહુમૂલો અવસર શ્રી મહાવીર જૈન વિદ્યાલયનું નામ અને કામ તો ઘણાં વર્ષોથી સાંભળ્યું હતું, પણ એની સાથે નિકટના પરિચયની શરૂઆત સને ૧૯૫૧થી થઈ. તે વખતે પૂ. પંડિતવર્ય શ્રી સુખલાલજીની ભલામણથી એક માસ માટે ધાર્મિક શિક્ષક તરીકે વિદ્યાલયની શાખામાં કામ કરવાનો અવસર મળ્યો હતા. તે પછી વિદ્યાલયના માનદ મંત્રી શ્રીયુત ચંદુલાલ વર્ધમાન શાહ અને મહામાત્ર અને મારા મિત્ર ભાઈશ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કેરા સાથે ધાર્મિક અભ્યાસક્રમ તથા સાહિત્યપ્રકાશન જેવી બાબતો અંગે ચર્ચા-વિચારણાને પ્રસંગ પ્રાપ્ત થતાં વિદ્યાલયની સાથેનો પરિચય કંઈક ગાઢ બન્યો. આ પછી સને ૧૯૫૭ માં વિદ્યાલયની અમદાવાદ શાખામાં ધાર્મિક શિક્ષક તરીકે મારી નિમણૂક થઈ અને એ સ્થાને મેં પાંચ વરસ કામ કર્યું, તે દરમ્યાન વિદ્યાલયની યશસ્વી કાર્યવાહીને મને વધારે નિકટને પરિચય થયો.
આ બધો વખત દરમ્યાન પણ ધાર્મિક શિક્ષણ, ધાર્મિક અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો તેમ જ અન્ય સાહિત્યપ્રકાશન અંગે વિદ્યાલય સાથે કંઈક ને કંઈક પણ પ્રસંગ પડતો જ રહ્યો. જ્યારે વિદ્યાલયે બધા મૂળ આગમ ગ્રંથને પ્રકાશિત કરવાની મહાન યોજના હાથ ધરી ત્યારે તે કાર્યમાં મારી આગમ પ્રકાશન વિભાગના સહમંત્રી તરીકે વિદ્યાલયના કાર્યવાહકોએ નિમણૂક કરી તેને હું મારી ખુશનસીબી ગણું છું. આગમસૂત્રના સંશોધન-સંપાદનમાં તો મારી લેશ પણ ગતિ નહિ હેવા છતાં આ કાર્યના એક વ્યવસ્થાપક તરીકે વિદ્યાલય સાથે જોડાવાનું થતાં પૂજ્યપાદ આગમપ્રભાકર મુનિ મહારાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ, મારા મિત્ર પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા તથા અન્ય વિદ્યાનિક વિદ્વાનોની સાથે કામ કરવાનો અવસર મળ્યો એ મારે મન એક અપૂર્વ અવસર છે. આવો અવસર આપવા બદલ હું વિદ્યાલયના કાર્યવાહકોને અને ખાસ કરીને શ્રીયુત ચંદુભાઈને એટલે આભાર માનું એટલે ઓછો છે. આમાં મારી યોગ્યતાને બદલે વિદ્યાલયના સંચાલકોની મારા પ્રત્યેની ભલી લાગણીએ વધુ ભાગ ભજવ્યો છે, એ મારે કબૂલ કરવું જોઈએ.
અમારા વચ્ચે આ પરિચય સમય જતાં વધુ ગાઢ બન્યો, અને ત્રણેક વર્ષ પહેલાં વિદ્યાલયને સુવર્ણ મહોત્સવ ઊજવવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે વિદ્યાલયની અરધી સદીની યશસ્વી કાર્યવાહીનો ઈતિહાસ લખવાનું મને સોંપવામાં આવ્યું, એ મારા માટે આનંદને અવસર હતો. વિદ્યાલયના સંચાલકોએ મારામાં મૂકેલ વિશ્વાસનું જ આ ફળ કહી શકાય.
સળંગ મોટું પુસ્તક લખવાનો મને મહાવરે નહીં, છતાં મેં એ કાર્ય હાંશ પૂર્વક સ્વીકાર્યું. આ અંગેની પૂર્વતૈયારી કરતાં તેમ જ “વિદ્યાલયની વિકાસકથા ” નામે વિદ્યાલયની પચાસ વર્ષની કાર્યવાહીનો ઇતિહાસ લખતાં મને ઘણીવાર એ વાતની પ્રતીતિ થતી રહી છે કે ટકડા ટકડા જેવી સંખ્યાબંધ પ્રવૃત્તિઓમાં અટવાયેલા રહેતા મારા જેવાને માટે આવા મોટા કામને જોઈએ તે ન્યાય આપવાનું અતિ મુશ્કેલ છે. પચાસ વર્ષના રિપટ તપાસીને સંઘરવા લાયક સામગ્રીની નોંધ કરવી, તેમ જ વિદ્યાલયના મોટા દફતરને ઝીણવટથી જોઈને એમાંથી ઉલ્લેખનીય બાબતોની તારવણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org