Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
॥ सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः ॥
સંતોષની વાત
(પ્રકાશકીય નિવેદન) શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણ મહોત્સવ ગ્રંથના બીજા ભાગનું પ્રકાશન કરતાં અમને આનંદ થાય છે.
વિદ્યાલયની સ્થાપના મુખ્ય ઉદ્દેશ ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવાને હોવા છતાં શરૂઆતથી જ બંધારણમાં એક મહત્ત્વના ઉદ્દેશ તરીકે જન સાહિત્યના પ્રકાશનને પણ સ્થાન આપવામાં આવ્યું છે, તે વિદ્યાલયના આદ્ય પ્રેરક આચાર્ય ભગવંત પૂજ્યપાદ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની તેમ જ તે સમયના વિદ્યાલયના નિષ્ઠાવાન સંચાલકોની દીર્ધદષ્ટિનું સૂચન કરે છે. બંધારણમાંની આવી જોગવાઈને લીધે જ વિદ્યાલય સાહિત્ય પ્રકાશનની ઉપયોગી પ્રવૃત્તિ પણ ચલાવી શકે છે. આ માટે અમારે વિદ્યાલયના પ્રેરક આચાર્યદેહનો તેમ જ અમારા પૂર્વગામી કાર્યવાહક બંધુઓને આભાર માનવો ઘટે છે. - વિદ્યાલયની પચાસ વર્ષની ગૌરવભરી કાર્યવાહી અંગે, સુવર્ણ મહોત્સવ ગ્રંથ અંગે, આ ગ્રંથના વિદ્વાન સંપાદક મંડળ અંગે તેમ જ વિદ્વાન લેખકો અંગે અમારે જે કંઈ કહેવાનું છે તે અમે સુવર્ણ મહોત્સવ ગ્રંથના પહેલા ભાગના પ્રકાશકીય નિવેદનમાં સવિસ્તર કહ્યું છે, એટલે અહીં એની પુનરુક્તિ કરવાની જરૂર નથી રહેતી.
વિદ્યાલયના સુવર્ણ મહોત્સવના એક સુંદર સંભારણ રૂપે સુવર્ણ મહોત્સવ ગ્રંથ બે ભાગમાં પ્રકાશિત કરવાની યોજના કરવામાં આવી હતી. આ યોજના મુજબ પહેલા ભાગમાં જૈન સંસ્કૃતિના વિવિધ વિષયોને સ્પર્શતા તે તે વિષયના નિષ્ણાત વિદ્વાનોને હાથે લખાયેલા સંશોધનાત્મક લેખ તેમ જ જૈન ચિત્રકળા તથા શિલ્પકળાનો ખ્યાલ આપતી કળાસામગ્રી આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. એ ગ્રંથનું પ્રકાશન વિદ્યાલયના સુવર્ણ મહોત્સવની ઉજવણી વખતે મુંબઈમાં તા. ૨૭–૧–૧૯૬૮ ના રોજ મુંબઈ યુનિવર્સિટીના રેકટર પ્રો. ગેવર્ધન ડી. પારીખને શુભ હસ્તે થઈ ચૂકયું છે.
ગ્રંથની યોજના મુજબ ગ્રંથના બીજા ભાગના બે ખંડ કરવાનું ઠરાવવામાં આવ્યું હતું. પહેલા ખંડમાં વિદ્યાલયની અરધી સદીની કાર્યવાહીની સવિસ્તર રૂપરેખા આપવાની હતી અને બીજા ખંડમાં રાસ, સુગમ નિબંધો, કથા-વાર્તા જેવું લેકે પયોગી સાહિત્ય આપવાનું હતું. આ રીતે બે ખંડમાં તૈયાર થયેલ ગ્રંથનું આજે પ્રકાશન થઈ રહ્યું છે, તેની સાથે સુવર્ણ મહોત્સવ ગ્રંથની યોજના અમારી ધારણ મુજબ સાંગોપાંગ પાર પડી છે તેને અમને સંતોષ અને આહ્વાદ છે.
બીજા ભાગના પહેલા ખંડમાં આપવામાં આવેલ “વિદ્યાલયની વિકાસકથા”નું આલેખન ભાઈ રતિલાલ દીપચંદ દેસાઈએ કર્યું છે. વિદ્યાલયના સુવર્ણ મહોત્સવ નિમિત્તે આ રીતે વિદ્યાલયના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org