SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ વિકાસની કેટલીક રૂપરેખા ગ્રંથસ્થ થઈને સમાજ સમક્ષ રજૂ થઈ શકી છે તે ઉપયોગી કામ થયું છે. આ અતિ મહત્વના કપરા કાર્યને શ્રી રતિલાલ દેસાઈ એ બહુ ખંતથી ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે, ગ્રંથના બીજા ખંડનું સંપાદન ગુજરાતના લોકપ્રિય લેખક ભાઈશ્રી ભિખુ ભાઈએ કર્યું છે. ઉપરાંત અનેક વિદ્વાન મુનિરાજે તેમ જ લેખકબંધુઓએ લાગણીપૂર્વક પોતાની કૃતિઓ મોકલીને તે વિભાગને રોચક અને સમૃદ્ધ કરવા અમને સહકાર આપ્યો છે. આ બધાને અમે હાર્દિક આભાર માનીએ છીએ. આ ગ્રંથનું મુદ્રણ બહુ જ ટૂંકા વખતમાં અમદાવાદના શારદા મુદ્રણાલયે કરી આપ્યું છે. તેમનો આ લાગણી ભર્યો સહકાર ન હેત તે આ કામ આ રીતે સમયસર પૂરું થઈ શકયું ન હોત. એ જ રીતે અમદાવાદની સુવિખ્યાત એમ. વાડીલાલ એન્ડ કંપનીએ આ ગ્રંથમાંની છબીઓનું બહુ જ ટૂંકા સમયમાં સુંદર મુદ્રણ કરી આપ્યું છે. રાજ પ્રોસેસ ટુડિઓ તેમ જ પ્રભાત પ્રોસેસ ટુડીઓએ આને બ્લેકે અમારી જરૂરિયાત મુજબ ખૂબ ઝડપથી બનાવી આપ્યા છે. આ પુસ્તકના બાઈન્ડીગનું કામ સાંભારે એન્ડ બ્રધર્સે પણ ઝડપથી કરી આપ્યું છે. આ બધાના અમે ખૂબ ઋણી છીએ. વિદ્યાલયની આ “વિકાસકથા” તેમ જ આ ગ્રંથમાં આપવામાં આવેલ લેકોપયોગી સાહિત્ય સમાજને માટે રુચિકર થઈ પડશે એવી ઉમેદ સાથે અમે સુવર્ણ મહોત્સવને આ બીજો ભાગ શ્રીસંધના કરકમલમાં ભેટ ધરી કૃતકૃત્ય બનીએ છીએ. ગોવાલિયા ટેંક રોડ ચંદુલાલ વર્ધમાન શાહ મુંબઈ-૨૬ મનુભાઈ ગુલાબચંદ કાપડિયા માહ શુકલા પૂર્ણિમા, સં. ૨૦૨૪ જયંતીલાલ રતનચંદ શાહ તા. ૧૪-૨-૬૮ માનદ મંત્રીઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy