Book Title: Mahasati Anjana Sati Chandanbala
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 5
________________ મહાસતી અંજના જય બજરંગબલી કોણ હતા એ બજરંગ ! બજરંગ એટલે વજાંગ. વજ-પોલાદના દેહવાળા. એક હજારને આંટે એવા, વિદ્યામાં ને વીરતામાં. શસ્ત્ર-વિદ્યામાં ને શાસ્ત્રની વિદ્યામાં એમની જગતભરમાં જોડ ન જડે. એમનું નામ હનુમાન. એમની દુઃખિયારી માતાનું નામ અંજનાદેવી. સતીઓમાં શિરોમણિ હતાં. તો રાજકુંવરી, રાજાના કુંવરને પરણ્યાં હતાં, પણ પહેલે પગલે પતિ રિસાયા. અબોલા લીધા. સગાં માબાપે પણ ન સંઘર્યા. સંસારમાં વગર વાંકે સતી ફટફટ થયાં. ઉપર આભ ને નીચે ધરતી રહ્યાં, પણ સત ન છાંડ્યું. આવાં મહાસતી અંજનાદેવી. સાંભળો તેમની વાત. એક રાજા. નામ મહેન્દ્ર. સો પુત્ર, પણ એક પુત્રી નહીં. મોટી ઉંમરે એક પુત્રી થઈ. નામ રાખ્યું અંજના! શું રૂપ શું ગુણ ! શી ચતુરાઈ ને શા સંસ્કાર ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36