Book Title: Mahasati Anjana Sati Chandanbala
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
View full book text
________________
૨૨
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૪
تونن...ن
નગરઆખામાં હાહાકાર મચી રહ્યો. ચારે બાજુ દોડાદોડ ને ચીસાચીસ થઈ રહી. ધારિણી ને વસુમતી રાજમહેલમાંથી નીકળીને નાઠાં. આખા નગરમાં શતાનિક રાજાએ પોતાની આણ વર્તાવી.
પણ ધારિણી ને વસુમતીનું શું થયું?
તેઓ નગરમાંથી બહાર નીકળી ગયાં, પણ એવામાં શતાનિક રાજાના એક સાંઢણી સવારે તેમને જોયાં. ખૂબ રૂપાળાં માદીકરીને જોઈ તેણે વિચાર કર્યો કે ચંપાનગરીમાંથી લેવા જેવી વસ્તુઓ તો આ છે. એટલે બંનેને પકડ્યાં ને બાંધીને બેસાડ્યાં સાંઢણી ઉપર.
સાંઢણી મારી મૂકી.
સાંઢણી ઝપાટાબંધ રસ્તો કાપી રહી છે. નથી ગણતી નદી-નાળાં, નથી ગણતી જાળાં-ઝાંખરાં. પવનવેગે રસ્તો કાપતી તે એક ઘોર જંગલમાં આવી. બિહામણાં ત્યાંનાં ઝાડ, બિહામણો ત્યાંનો રસ્તો. માણસ તો કોણ ત્યાં નજરે પડે ! પશુપંખી હરે, ફરે ને મજા કરે. અહીં ધારિણીએ પૂછ્યું, ‘તમે અમને શું કરશો ?'
સવાર કહે : “અરે બાઈ ! તું કોઈ વાતની ચિંતા કરીશ નહિ. તને સારું સારું ખવડાવીશ, સારું સારું પહેરાવીશ અને મારી સ્ત્રી બનાવીશ.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36