Book Title: Mahasati Anjana Sati Chandanbala
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
View full book text
________________
ચંદનબાળા
નગરના લોકોને આ વાતની ખબર પડી એટલે ટોળેટોળાં આવવા લાગ્યાં. સહુ વિચારવા લાગ્યાં : અરે, પિંજરના પંખીને ગુલામ ન બનાવીએ તો આ તો માણસ ! એને કેમ ગુલામ બનાવાય ? કેમ વેચાય ? કેમ ખરીદાય ?” રાજારાણી પણ ત્યાં આવ્યાં અને ચંદનાને ધન્યવાદ દેવા લાગ્યાં.
૩૧
સહુ ધન્યવાદ આપે છે, ત્યાં એક સિપાઈ આવી ચંદનાને પગે પડ્યો અને રડવા લાગ્યો. સહુએ પૂછ્યું, અરે ! આનંદના વખતે તું રડે છે કેમ ?”
તે બોલ્યો, ‘આ તો છે રાજકુંવરી વસુમતી ! ચંપાનગરીના રાજા દધિવાહનની ધારિણી રાણીની પુત્રી ! ક્યાં તેનો વૈભવ, ક્યાં આજની ગુલામી દશા ! હું તેમનો સેવક હતો. ચંપાનગરી ભાંગી ત્યારે શતાનિક રાજા મને પકડી લાવ્યા અને તેથી મને
ખૂબ દુઃખ થયું, પણ આ રાજકુંવરી આગળ મારું દુઃખ શું
હિસાબમાં ?”
રાજારાણી આ સાંભળી આશ્ચર્ય પામ્યાં. શતાનિક રાજાની રાણી મૃગાવતી બોલી : “અરે ધારિણી તો મારે બહેન થાય ! તેની આ પુત્રી ! ધિક્કાર છે આ રાજને ! ધિક્કાર છે આ વૈભવને ! ધિક્કાર છે ધનદોલતને, જે માણસની માણસાઈ ભુલાવે; ચંદનાને મૃગાવતી રાજમહેલમાં લઈ ગઈ.
પણ ત્યાં વહાલી માતા યાદ આવી. તેની મધુરી વાણી યાદ આવી. ‘રાજમહેલનાં સુખ તો ચાર દિવસના ચટકા છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 31 32 33 34 35 36